બાઇડેને જતાં જતાં 1500 લોકોની સજા કરી માફ, 4 ભારતીય અમેરિકન પણ સામેલ
વોશિંગ્ટન, તા. 13 ડિસેમ્બર, 2024: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા 1500 કેદીઓની સજા ઘટાડવાની જાહેરાત કરી છે. આ તમામ કેદીઓને કોરોના મહામારી દરમિયાન જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. બાઇડેને હિંસક ગુનામાં સામેલ ન હોય તેવા 39 ગુનેગારોની સજા ઘટાડી હતી.
કોરોના દરમિયાન અમેરિકામાં કેટલાક કેદીઓને જેલમાંથી બહાર કાઢીને નજરકેદ કરવામાં આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસ અનુસાર, તે સમયે જેલમાં દર 5 કેદીઓમાંથી 1ને કોરોના હતો. જેના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
બાઇડને એક નિવેદનમાં કહ્યું, અમેરિકા લોકોને નવી તકો આપે છે. રાષ્ટ્રપતિ તરીકે મને સુધારો કરવાની હિંમત કરનારાઓ પર દયા કરવાની તક મળી છે. આ લોકોને ફરીથી તેમના જીવનને વધુ સારું બનાવવાની અને સમાજમાં યોગદાન આપવાની તક મળી છે. અમે જે લોકોને માફી આપી હતી તેમાંથી મોટાભાગના લોકો માદક દ્રવ્યોના ગુનાઓ સાથે જોડાયેલા હતા.
બાઇડેને ગયા અઠવાડિયે તેમના પુત્ર હન્ટર બાઇડેનની સજા પણ ઘટાડી હતી. હન્ટર બાઇડેનને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા અને કરચોરી માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. હન્ટરના કેસને જોનાર કોઈપણ વાજબી વ્યક્તિને ખબર હશે કે તેને નિશાન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે મારો પુત્ર છે.
વકીલોના જૂથ તરફથી બાઇડન વહીવટીતંત્ર પર દબાણ
મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલાં મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના લોકોની સજાને હળવી કરવા માટે બાઇડેન વકીલોના દબાણ હેઠળ છે. બાઇડેન 2021 માં ટ્રમ્પના સમર્થનમાં કેપિટોલ હિલ પર તોડફોડ કરનારાઓની સજા ઘટાડવાનું પણ વિચારી રહ્યા છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં પણ ઝાંસી અગ્નિકાંડ જેવી દુર્ઘટના, 6 લોકોના મૃત્યુ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S