આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલે લીધો નેતન્યાહુના ઘર પર હુમલાનો બદલો, હિઝબુલ્લાહના મીડિયા ચીફને કર્યો ઠાર

Text To Speech

તેલ અવીવ, તા. 18 નવેમ્બર, 2024: ઇઝરાયેલની સેનાએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર તાજેતરમાં થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપીને હિઝબુલ્લાહ સંગઠનને મોટો ફટકો માર્યો હતો. હિઝબુલ્લાહના મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફિક મધ્ય બેરૂતમાં ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ સમાચારની પુષ્ટિ કરી હતૂ. તેમણે જણાવ્યું હતું કે, હુમલામાં હિઝબુલ્લાહનો અગ્રણી ચહેરો અને મીડિયા ચીફ મોહમ્મદ અફિકનું મોત થયું હતું.

નેતન્યાહુના ઘર પર કર્યો હતો હુમલો

મોહમ્મદ અફિકની હત્યા પહેલા શનિવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન પર બે રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, રોકેટ નેતન્યાહુના રહેણાંક પરિસરમાં પડ્યા હતા, જેના કારણે ત્યાં આગ લાગી હતી. જોકે, વડાપ્રધાન અને તેમનો પરિવાર ઘટના સ્થળે હાજર નહોતો. અગાઉ ઓક્ટોબરમાં નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેની જવાબદારી હિઝબુલ્લાએ લીધી હતી.


કેમ બનાવ્યો મોહમ્મદ આફ્રિકને શિકાર

સપ્ટેમ્બરમાં ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીની તીવ્રતા અને હિઝબુલ્લાહના અગ્રણી નેતા હસન નસ્રાલ્લાહના મૃત્યુ પછી, અફિકે સંગઠનનું નેતૃત્વ કરતી વખતે મીડિયામાં સંગઠનનો પક્ષ લેવાનું શરૂ કર્યું હતું. તાજેતરની ઘટનાને પગલે, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે અફિકને નિશાન બનાવવા પાછળનો હેતુ હિઝબુલ્લાહની પ્રચાર વ્યૂહરચનાને નબળી પાડવાનો હતો.

વધી શકે છે તણાવ

ઇઝરાયેલની આ ઝડપી જવાબી કાર્યવાહીથી આ વિસ્તારમાં તણાવ વધુ વધવાની શક્યતા છે. ઇઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેના નાગરિકો અને નેતાઓની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જશે. હિઝબુલ્લાહના મુખ્ય પ્રવક્તાના મૃત્યુ પછી, સંગઠને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ એક મહિનામાં બીજી વખત ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના ઘર પર હુમલાની કોશિશ, ડ્રોન બાદ ફ્લેશ બોમ્બથી બનાવ્યું નિશાન

Back to top button