International Men’s Day : કેમ ઉજવાય છે આ દિવસ ?
દુનિયાભરના 60 થી પણ વધુ દેશોમાં 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય, પુરુષોના ગુણોને પ્રોત્સાહિત કરવા, સમાજમાં વધુ સારું કામ કરનારા પુરુષોનું સન્માન કરવા, લિંગ સમાનતા લાવવા અને પુરુષોમાં સકારાત્મકતાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. 19 નવેમ્બર 2007ના રોજ ભારતમા સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વાંચવા અને સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ સમાજમાં અસમાનતાનો ભોગ માત્ર મહિલાઓ જ નથી બનતી. પુરૂષોને પણ ઘણું સહન કરવું પડે છે, તેમની સાથે પણ અત્યાચારો થાય છે. આ વિશે જાગૃતિ ફેલાવવી એ પણ આ ખાસ દિવસનો ઉદ્દેશ્ય છે. આ દિવસની ઉજવણીની શરૂઆત પાછળ દાયકાઓના પ્રયત્નો સંકળાયેલા છે. વર્ષ 1923માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તર્જ પર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવાની માંગ કરવામાં આવી હતી. આ માટે કેટલાક પુરુષો 23 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરવાની માંગણી કરી હતી. જો કે, આ માંગને દબાવી દેવામાં આવી હતી.
મેન્સ ડે ઇતિહાસ
વર્ષ 1968 માં, અમેરિકન પત્રકાર જ્હોન પી. હેરિસે, તેમના એક લેખ દ્વારા, સોવિયેત પ્રણાલીમાં લિંગ સંતુલનનો અભાવ દર્શાવ્યો હતો. તેમણે લખ્યું કે સોવિયેત પ્રણાલી મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવે છે, પરંતુ પુરુષો માટે કોઈ દિવસ નક્કી નથી. વર્ષ 1999 માં, ત્રિનિદાદ અને ટોબેગોના લોકોએ પ્રથમ વખત 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરી.
તારીખ 19મી નવેમ્બર નક્કી કરવામાં આવી તેની પાછળ પણ એક વ્યક્તિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જેમનું નામ ડૉ. જેરોમ તિલક સિંહ છે. તેમણે સમાજમાં પુરૂષોના યોગદાનને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમને તેમના પિતા પાસેથી પ્રેરણા મળી હતી, તેથી તેમના પિતાના જન્મદિવસ પર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વર્ષ 2007માં 19 નવેમ્બરે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કેમ ટ્વિટર પર #RIPTwitter થઇ રહ્યું છે ટ્રેન્ડ?
કેમ ઉજવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ?
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય, પુરુષોના સકારાત્મક ગુણોને પ્રોત્સાહિત કરવાનો, સમાજમાં હાજર પુરુષ રોલ મોડલની પ્રશંસા કરવાનો છે. તે જ સમયે, સ્ત્રીઓની જેમ, પુરૂષો સાથે દુર્વ્યવહાર, શોષણ, અસમાનતા, ઉત્પીડન, હિંસા વગેરે ન થવી જોઈએ, આને પણ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસના ઉદ્દેશ્યમાં સામેલ કરવામાં આવ્યું છે.
પુરુષો પ્રત્યે સન્માન જાળવો
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ વિદેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં આ દિવસ ખૂબ લોકપ્રિય બન્યો છે. જે રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓનું સન્માન કરવામાં આવે છે તે જ રીતે પુરૂષોને પણ સન્માન આપવું જોઈએ. તે તમારા પોતાના ઘરથી શરૂ થઈ શકે છે. ઘરના જવાબદાર પુરુષ સભ્યને ભેટ આપીને, તેની પસંદગીનું ભોજન બનાવીને, સુંદર સંદેશાઓ કે કવિતાઓ દ્વારા વિશેષ અનુભવ કરાવી શકાય છે.
ભારતમાં કેવી રીતે શરૂઆત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસના ઉજવણીની ?
તે ભારતમાં વર્ષ 2007માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનો શ્રેય હૈદરાબાદની લેખિકા ઉમા ચલ્લાને જાય છે. ઉમાના મતે, જ્યારે આપણી સંસ્કૃતિમાં શિવ અને શક્તિ બંને સમાન છે, તો પછી પુરુષો માટે પણ ઉજવણીનો દિવસ કેમ ન હોવો જોઈએ. મહિલા દિવસની જેમ આ દિવસનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસ મુખ્યત્વે પુરુષોને ભેદભાવ, શોષણ, જુલમ, હિંસા અને અસમાનતાથી બચાવવા અને તેમના અધિકારો અપાવવા માટે ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2022 ની થીમ
દર વર્ષે 19 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1999માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સહિત 60 દેશો સાથે મળીને આ દિવસની ઉજવણી કરે છે. ઉપરાંત, આ દિવસ એક થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2022 ની થીમ ‘પુરુષો અને છોકરાઓને મદદ કરવી’ છે. થીમનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે પુરુષોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે કામ કરવાનો છે.
આ પણ વાંચો :ચૂંટણી વચ્ચે IAS ઓફિસરને દેખાડો કરવો ભારે પડ્યો, જાણો શું થઈ ઘટના
કેમ પુરુષોનો દિવસ મહત્વપૂર્ણ છે
રિપોર્ટ અનુસાર મહિલાઓ કરતાં પુરુષોમાં આત્મહત્યાનું વલણ ત્રણ ગણું વધારે છે. પુરુષો સ્ત્રીઓ કરતાં 4-5 વર્ષ વહેલા મૃત્યુ પામે છે. દર ત્રણમાંથી એક પુરુષ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. હૃદયરોગના કિસ્સાઓ પણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. પુરુષોમાં આ સમસ્યાઓ ઓછી હોય છે, તેથી મેન્સ ઉજવવામાં આવે છે.
જાણો પુરુષો વિશેના કેટલાક રસપ્રદ તથ્યો
- સ્ત્રીઓ પ્રત્યે પુરુષોનું આકર્ષણ સામાન્ય છે, પરંતુ પુરુષો તેમના જીવનનું એક વર્ષ સ્ત્રીઓને જોઈને વિતાવે છે.
- એવું કહેવાય છે કે સ્ત્રીઓ ઘણી બોલકી હોય છે પણ પુરુષો પણ ઓછા નથી, એવું કહેવાય છે કે પુરુષો પણ દિવસમાં સરેરાશ 2000 શબ્દો બોલે છે.
- પુરુષો ઠંડા તાપમાન માટે ઓછા સંવેદનશીલ હોય છે, એવું કહેવાય છે.
- સ્ત્રીઓના વજનથી વિપરીત, પુરુષોના શરીરમાં મોટાભાગની ચરબી અથવા સ્થૂળતા તેમના પેટ પર જ સંગ્રહિત થાય છે.