ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના માસ્ટરમાઈન્ડની મુશ્કેલીઓ વધી

આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના માસ્ટરમાઈન્ડ બોબી પટેલના ભાગીદારના આગોતરા જામીન ફગાવાયા છે. જેમાં છેલ્લા આઠ વર્ષથી કેટલી વ્યક્તિઓને ગેરકાયદે અમેરિકા મોકલી તેની તપાસ ચાલી રહી છે તેમ કોર્ટ જણાવ્યું છે. તથા એસએમસીએ મુંબઈ અને દિલ્હી સહિતના એન્જટોની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અમેરિકામાં છૂપાયેલ ચરણજીતસિંહ સહિત 18 કબૂતરબાજો સામે ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત: બેંકિંગ ટ્રાન્ઝેક્શન બાદ ગ્રાહકોને નથી મળતા SMS, ડિજિટલ તસ્કરો સક્રિય થયા

આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં

કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબી પટેલની ઓફિસમાંથી SMCએ જપ્ત કરેલ 79 પાસપોર્ટમાંથી 4 નકલી મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે બોબી પટેલ, અમેરિકામાં છૂપાયેલ ચરણજીતસિંહ સહિત 18 કબૂતરબાજો સામે ફરિયાદ થઈ હતી. જેમાં ભરત પટેલ ઉર્ફે બોબીના ભાગીદાર પ્રવિણ પુરૂષોતમભાઈ પટેલએ પોલીસ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટના એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ મનીષ પી.પુરોહિતએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, હાલમાં તપાસનો શરૂઆતનો તબક્કો છે. આરોપી છેલ્લા આઠ વર્ષથી સહ આરોપીઓ સાથે મળીને આજદિન સુધી કેટલા વ્યકિતઓને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા છે તે પુરાવાઓ મેળવવાના બાકી છે. આરોપીએ રીઢા, આંતર અને આંતર રાષ્ટ્રીય આરોપીઓ સાથે મળીને એકબીજાના મેળાપીપણામાં આ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. ત્યારે આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં.

એક પાસપોર્ટનો નંબર અને નામ અલગ અલગ

કબૂતરબાજીના નેટવર્કનો માસ્ટર માઈન્ડ ભરત ઉફે બોબી રામાભાઈ પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 79 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ, એક લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 79 પાસપોર્ટની SMCએ ખરાઇ કરાવતા 4 પાસપોર્ટ ડમી હોવાનું સામે આવ્યુ હતુ. જ્યારે એક પાસપોર્ટનો નંબર અને નામ અલગ અલગ હોવાથી તેની ખરાઇ પાસપોર્ટ ઓથોરીટીને ઝડપી કરવા SMCએ જાણ કરી છે. ચાર ડમી પાસપોર્ટ બોબી પટેલ અને તેના સાગરીતોએ બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. જેમાં બોબીના અમદાવાદમાં 4,મહેસાણા – ગાંધીનગરમાં 4, મુંબઇમાં 3, દિલ્હીમાં 5, અને અમેરિકામાં 1 એમ મળીને 17 આરોપીઓના સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતો હતો.

આ પણ વાંચો: આસારામ સામે દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો, જાણો કેટલા વર્ષની પડશે સજા

કબૂતરબાજી કરતા 18 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી

ત્યારબાદ SMCએ સોલા પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે બોબી પટેલ, અમેરિકામાં રહેતા ચરણજીતસિંહ સહિત કબૂતરબાજી કરતા 18 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.દરમ્યાનમાં ભરત પટેલના ભાગીદાર પ્રવિણ પુરૂષોતમભાઈ પટેલએ પોલીસ ધરપકડથી બચવા માટે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જેમાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સામે ગંભીર આક્ષેપ છે. હાલમાં તપાસ ચાલી રહી છે. આરોપીને આગોતરા જામીન આપવામાં આવશે તો કબૂતબાજીમાં સામેલ રીઢા, આંતર અને આંતર રાષ્ટ્રીય આરોપીઓ નાસી ભાગી જાય તેમ છે. જેથી આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી છે.

ભરત પટેલ પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ

ગુજરાત પોલીસના એક ઓફ્સિરે જણાવ્યું, ભરત પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે. તેની પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફેર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલ

Back to top button