ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ જગ્યાઓ પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ

Text To Speech

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને લઇને કેબિનેટમા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ વખતે G-20ની થીમ આધારીત પતંગોત્સવ ઉજવાશે. તેમાં અમદાવાદમાં G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનુ આયોજન થશે. જેમાં પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ધોલેરા ખાતે પણ પતંગોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં 18.24 કરોડના ખર્ચે સરકારી 29 મોડલ શાળા બનશે 

અંદાજે 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ અપાશે

અમદાવાદ રિવરફ્રન્ટ સિવાય વડોદરા , વડનગર, દ્વારકા, કેવડીયા – નર્મદા, સોમનાથ. સુરત , રાજકોટ, ધોલેરા , ધોરડો ખાતે પતંગોત્સવ યોજાશે. તેમાં અંદાજે 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ અપાશે. તેમજ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સમગ્ર આયોજન કરવા આવશે. તેમજ પતંગ માર્કેટની વાત કરીએ તો માત્ર અમદાવાદમાં 6 હજાર કારીગરો પતંગ બનવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગુજરાતમાં પતંગ ઉત્પાદન માટે ખંભાત અને અમદાવાદ જાણીતું છે. વર્ષમાં 10 મહિના પતંગનું ઉત્પાદન ચાલે છે. ઉત્તરાયણ બાદના બે મહિના ઉત્પાદન બંધ રહે છે.

આ પણ વાંચો: વેપારીઓ માટે આનંદની વાત , GST ક્રેડિટ મીસમેચમાં લેવાયો ખાસ નિર્ણય 

વાર્ષિક 11 થી 12 કરોડના પતંગ ઉત્પાદન ગુજરાતમાં થાય છે

ગુજરાતમાં પતંગ બનવવાના વ્યવસાય સાથે 12 હજાર કરતા વધુ કારીગરો જોડાયેલા છે. વાર્ષિક 11 થી 12 કરોડના પતંગ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતના ચીલ પતંગ ખૂબ જાણીતા છે. આ વ્યવસાયમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જોડાયેલી છે. ગુજરાતમાં પતંગ બનવવા માટે જીલેટિન કાગળનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસે જગદીશ ઠાકોરે કહી ખાસ વાત 

પતંગ સુશોભન માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે

પતંગ બનવતા કારીગરોની આગવી કુશળતા છે. પતંગમાં વપરાતા વાસનું ફિનિશીંગ પતંગ હવામાં સમતુલા જાળવી રાખે છે. ગુજરાતમાં ચીલ, ગેસિયા, કનકવા પતંગનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં 2 ઇંચથી માંડીને 8 ફૂટના પતંગ બનવવામાં આવે છે.ઉત્તરાયણની ઉપરાંત પતંગ સુશોભન માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

Back to top button