સુરત : રિવરફ્રન્ટ ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ, આ રહેશે મુખ્ય આકર્ષણ


પતંગ રસિયાઓ માટે હાલ ખુશીના સમાચાર મળી રહ્યા છે. 11મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે કોરોનાના બે વર્ષ પછી આ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલની મજા માણવા માટે દેશ વિદેશના પતંગરસિયાઓ ભાગ લેવા માટે આવવાના છે.
16 દેશો અને 3 રાજ્યમાંથીઅંદાજીત 80 પતંગબાજો ભાગ લેશે
સુરતમાં 11મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજાનાર આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં 16 દેશો અને 3 રાજ્યમાંથી અંદાજીત 80 પતંગબાજો ભાગ લેશે. જેને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે યોજી બેઠક
કોરોના કાળના બે વર્ષ પછી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંનું આયોજન કરાતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પતંગ મહોત્સવને લઇને તંત્ર પમ પૂરજોશમાં તેયારીઓ કરી રહ્યું છે. સુરતમાં યાજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની પૂર્વ તૈયારીઓ અને સુચારા આયોજન માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઇ હતી. અને તમામ તૈયારીઓને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી. રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટ તંત્ર તેમજ મહાનનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આ પતંગમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કલેક્ટરે પૂર્વ તૈયારીઓને લઈને સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતના 6 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા