ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરમાંથી આંતરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડ પકડાયુ, આરોપીએ કર્યા મોટા ખુલાસા

  • એક ફ્લેટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું
  • દુબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ સટ્ટાકાંડ નેટવર્ક નીકળ્યું
  • ગાંધીનગર LCBએ 17 આરોપીઓની ધરપકડ કરી, 3 ફરાર છે

ગાંધીનગર LCBએ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડ પકડી પાડ્યું હતું. ઘટના અંગે મળતી માહિતી મુજબ દુબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક હોવાનું જાણવા મળ્યું છે. આ રેડમાં ગાંધીનગર LCBએ 17 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:  અમૂલ પ્રતિનિધિ મંડળના બે સભ્યોએ ન્યૂઝીલેન્ડમાં મહિલા સાથે જબરજસ્તી કરી 

એક ફ્લેટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું

પોલીસે એક ફ્લેટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી કુલ 17 લોકોની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ આ ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સટ્ટાના વ્યવહારના હિસાબી ચોપડા પણ મળી આવ્યા છે. જે જોતા આ સટ્ટાકાંડ કરોડો રૂપિયાનું હોવાનું અનુમાન છે. ગાંધીનગરના રાંદેસણમાં આવેલા મારૂતી મેગ્નમ ફ્લેટમાં પાંચમાં માળે ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હોવાની માહિતી મળતા ગાંધીનગર LCBની ટીમ દ્વારા ગઈકાલ રાત્રીના સમયે સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફ્લેટ રવિ માળી અને જીતુ માળીએ ભાડે રાખી તેના સાગરીતો સાથે ખોટી કંપનીઓ બનાવી તેવી કંપનીઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને હાલમાં ચાલી રહેલા IPLમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો.

આ પણ વાંચો: ગુજરાત: RTEમાં પ્રવેશ માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીને થશે ફાયદો

ચેન્નઈ સુરપકિંગ અને સનરાઈઝ હૈદ્રાબાદની મેચમાં ક્રિકેટનો સટ્ટો

આરોપીઓ ગઈકાલે ચાલી રહેલી IPLની ચેન્નઈ સુરપકિંગ અને સનરાઈઝ હૈદ્રાબાદની મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 17 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. જે તમામ મુખ્ય આરોપી રવિ માળી અને જિતુ માળીના સાગરીતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શરૂઆતી તપાસમાં આરોપીઓ ગુજરાત, રાજસ્થાન, તેલગના, મહારાષ્ટ્ર હોવાનું સામે આવ્યું છે. LCBએ આ રેડમાં આરોપીઓ પાસેથી 4 લેપટોપ, 50 મોબાઈલ સહિત રોકડ રકમ પણ જપ્ત કરી છે. આ રેડમાં હજુ પણ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજથી વાહનચાલકોને હાલાકી વચ્ચે વધુ એક ડાઈવર્ઝન

આરોપીઓ સટ્ટો શીખવાડવાનું અને ચલાવવાનું કામ કરતા

આરોપીઓ સટ્ટો શીખવાડવાનું અને ચલાવવાનું કામ કરતા હતા. તેમજ 20 આરોપીમાંથી 17 ઝડપાયા છે. તેમજ 3 વોન્ટેડ છે. તથા 4 લેપટોપ, 50 મોબાઈલ, 22 ચેકબુક જપ્ત કરવામાં આવી છે. સાથે જ 10 પાસપોર્ટ, પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત થતાં આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. મારુતિ મેગનમ એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી હતી. જેમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: સુરતમાં તબીબોએ કર્યો ચમત્કાર, 750 ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને બચાવી 

4 લેપટોપ, 50 મોબાઈલ સહિત રોકડ રકમ પણ જપ્ત

ગાંધીનગર LCBએ શનિવારે આંતરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડ પકડી પાડ્યું હતું. ઘટના અંગે મળતી માહિતી મુજબ દુબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ નેટવર્ક હોવાનું જાણવા મળ્યું છે. આ રેડમાં ગાંધીનગર LCBએ 17 આરોપીઓની ધરપકડ કરી છે. શરૂઆતી તપાસમાં આરોપીઓ ગુજરાત, રાજસ્થાન, તેલગના, મહારાષ્ટ્ર હોવાનું સામે આવ્યું છે. LCBએ આ રેડમાં આરોપીઓ પાસેથી 4 લેપટોપ, 50 મોબાઈલ સહિત રોકડ રકમ પણ જપ્ત કરી છે. આ રેડમાં હજુ પણ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

Back to top button