કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
અમરેલી અને ભાવનગર જિલ્લામાં પોલીસકર્મીઓની આંતરિક બદલી


રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ જિલ્લાઓમાં વહીવટી સરળતા ખાતર સરકારી કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પોલીસ વિભાગમાં પણ બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા. જો કે આ બદલી જિલ્લાઓમાં કરવામાં આવી હતી અને આંતરિક બદલીના હુકમો આપવામાં આવ્યા હતા. જેમાં અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લામાં પોલીસવડા દ્વારા અનુક્રમે 14 અને 8 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી.
અમરેલી પોલીસવડા હિમકર સિંહે કરેલી બદલીનો હુકમ
ભાવનગર એસપી ડો.રવીન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા આંતરિક બદલીનું લીસ્ટ