લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં આંતરિક વિરોધ, વલસાડમાં ધવલ પટેલ સામે વિરોધ
- ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ
- લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં આંતરિક વિરોધ વધી રહ્યો છે
- ધવલ પટેલ નહીં બદલાય તો EVMમાં જવાબ મળશેના પોસ્ટર લાગ્યા
લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં આંતરિક વિરોધ જોવા મળ્યો છે. જેમાં વલસાડમાં ધવલ પટેલ સામે વિરોધ યથાવત છે. તેમાં ધવલ પટેલ નહીં બદલાય તો EVMમાં જવાબ મળશે તેવા ધરમપુર વિધાનસભા વિસ્તારમાં બેનર લાગ્યા છે. તેમજ વલસાડથી ધવલ પટેલને બદલવાની માગ છે.
લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં સતત આંતરિક વિરોધ વધી રહ્યો છે
લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં સતત આંતરિક વિરોધ વધી રહ્યો છે. જ્યાં ઉમેદવારો બદલવાથી લઈ સ્થાનિક ઉમેદવારોને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વલસાડમાં સતત ધવલ પટેલ સામે વિરોધ વધી રહ્યો છે. જેમાં ધરમપુર વિધાનસભા વિસ્તારમાં લાગ્યા બેનર લાગ્યા છે. ધવલ પટેલના નામને લઈ વલસાડ ભાજપમાં અસંતોષની આગ લાગી છે. છેલ્લા 12 દિવસમાં જ ધવલ પટેલને બદલવાની માગ સાથે ચાર લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ અગાઉ ધવલ પટેલ સામે જે ચોથો લેટર વાઈરલ થયો છે તેમાં ધવલ પટેલને બદલવાની માગ સાથે વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓને પણ આડે હાથ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં વિવાદ વચ્ચે મેનીફેસ્ટોની બેઠક માટે મુખ્યમંત્રી આજે દિલ્હી જશે
ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ
વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ થઈ રહ્યા છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કાર્યકર્તા મિત્રો, મતદારો અને પત્રકારોને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલ આયાતી ઉમેદવારો હોવાનો આક્ષેપ કરાયો છે. ધવલ પટેલને બદલવાની માગ કરવામાં આવી છે. સાથે જ વલસાડના સ્થાનિક નેતાઓને બેઠકની કંઈ પડી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.