ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ ઈન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાળનો અંત

Text To Speech

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે.

તબીબોએ સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીને આપી છે.

શું હતી મુખ્ય માંગ ?

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના જુનિયર ડોકટરો સરકારના ૨૦ ટકા સ્ટાઈપેન્ડના વધારા તેમજ ૫ વર્ષ સુધીના ફીકસેશનનો સખ્ત વિરોધ કરતાં સંપૂર્ણ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. અમારી મુખ્ય માંગોમાં આરોગ્યમંત્રીના આશ્વાસન મુજબના સ્ટાઈપેન્ડ વધારા ઉપરાંત આવનાર દર વર્ષથી સ્ટાઈપેન્ડમાં મોંઘવારી અનુસાર વધારા માટે એક ફિકસ પોલિસીનો અમલ કરવામાં આવે. દિવસે દિવસે વધતી મોંઘવારી, મેડિકલ કોલેજોના અસહ્ય ફી વધારા જેવા પરિબળો અમારી માંગણીઓની યોગ્યતા પુરાવે છે. અમે સમગ્ર ગુજરાતના જુનિયર ડોકટરોના સહયોગથી અમારી લડત ચાલુ રાખવા કટિબદ્ધ છીએ.

Back to top button