ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ચૂંટણી પ્રચાર સાથે ફોટો-વિડીયો પણ થવા લાગ્યા વાયરલ, તો સોશિયલ મીડિયાના ખર્ચ પર કોણ રાખશે નજર ?

ચૂંટણીના પ્રચાર માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ સાથે આરોપનું રાજકારણ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે કેટલાંક એવા આરોપ લાગી રહ્યા છે, જેમાં આધાર પણ નથી. તો કેટલાંક નેતાઓને પોતાનો અંતર આત્માનો અવાજ જોરથી સંભળાવવા લાગ્યો છે. આ વચ્ચે આ જે “હમ દેખ રહે હૈ” માં એ તમામ મુદ્દાઓની વાત સાથે જ સોશિયલ મીડિયોનો નેતાઓ કરી રહ્યા છે ઉપયોગ પણ શું ચૂંટણી પંચ રાખશે તેના પર નજર. હમ દેખેંગે દ્વારા સમાચાર ઉપરાંતની કેટલીક આંતરિક વાતો તમારી સામે રજુ કરી છે જે તમારે મત આપવા પહેલાં જાણવી ખૂબ જ જરૂરી છે.

મત તો મોદીને જ Hum Dekhenege News

મુખ્યમંત્રી કોણ તે નથી જાણતાં પણ મત તો મોદીને જ

હાલમાં ચૂંટણી સભામાં લોકોને એકત્ર કરવા માટે પાર્ટી દ્વારા તમામ જોર લગાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કેટલાંક લોકો ચૂંટણીની જાહેરસભામાં પહોંચી તો જાય છે પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોની રેલીમાં આવ્યા છો તો તેઓ જાણતા નથી. એટલું જ નહીં મત કોને આપશો તો પણ મોદીનું જ નામ કહે છે. ભલેને સભા આપની હોય કે કોંગ્રેસની પણ મત તો મોદીને જ. દેશમાં જે રીતે 1970-80ના દાયકામાં કોંગ્રેસ અને તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની લોકપ્રિયતા સાથે જોવા મળી હતી. જેના પછીની સ્થિતિથી પણ સૌ કોઈ જાણકાર છે.

આ પણ વાંચો : કોણ છે આપ નેતા જેના મોર્ફ વીડિયો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાઈરલ?

ફોટો-વિડીયો વાઈરલ થવાની સિઝન જામી

ફોટો વિડીયો વાયરલ Hum Dekhenege News

આપ નેતા ગોપાલ ઈટાલિયાના જૂનો વિડીયો ઘણાં સામે આવતાં હતા. હાલમાં પ્રચાર માટે વિરોધી પક્ષના નેતાઓના જૂના વિડીયોથી લઈ ફોટો સામે આવતાં થયા છે. જેમાં હજી હાલમાં જ કચ્છના ભાજપ-કોંગ્રેસ નેતાના દારૂની મહેફિલનો ફોટો વાઈરલ થયો હતો. જેના પર ઘણી વાતો થઈ પણ એક કોર્પોરેટરે તો પોતાનો મોર્ફ ફોટો વાઈરલ થવાની વાત કરી દીધી. તેમણે તો પોતાનો મોર્ફ વિડીયો/ફોટો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના ગૃહમંત્રી પર આરોપ લગાવી દીધો છે. આ મુદ્દો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. હજી જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ઘણાં નેતાઓના જૂના ફોટો અને વિડીયો વાયરલ થાય તો નવાઈ નહીં.

પાટીદારોનું પ્રેશર પોલિટિક્સ Hum Dekhenege News

પાટીદારોનું પ્રેશર પોલિટિક્સ કે પછી પદડા પાછળનું કોઈ અન્ય કારણ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ સમાજો દ્વારા પ્રેશર પોલિટિક્સ શરૂ કરી દીધું છે. જેમાં પ્રેશર પોલિટિક્સ મુદ્દે સૌથી આગળ હોય તેવો પાટીદાર સમાજ હવે વિવિધ પક્ષો પર દબાણ કરી રહ્યા છે. આ ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા છે. તેમને મનાવવા માટે ભાજપે પણ તમામ પ્રયત્ન કરી રહ્યા છે. નરેશ પટેલે પીએમ બાદ શાહ સાથે મુલાકાત કરતા અટકળોનો દોર વધુ તેજ થયો છે. આ વચ્ચે એકવાત તો નક્કી છે પાટીદારો ફરી એકવખત ભાજપ સાથે જોડાવવા તૈયાર છે પણ પોતાની શરતો સાથે !

ટિકિટ ફાળવણનું રાજકારણ Hum Dekhenege News

ચૂંટણી સાથે અંતર આત્માનો અવાજ નેતાઓને વધુ સંભળાવવા લાગ્યો

જ્યારે પાર્ટીથી નારાજ થઈ ગયા હોય અને પક્ષપલટો કરવામાં આવે ત્યારે સૌથી ઉમદા અને ઉચ્ચ કક્ષાનું કારણ એટલે અંતર આત્માનો અવાજ સાંભળાવવો. હાલમાં જ ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપ્યું તો પીવી એસ શર્માએ પણ પક્ષ છોડ્યો. જ્યારે કોંગ્રેસના પીઢ નેતા મોહનસિંહ રાઠવાએ આખરે ભાજપમાં આવ્યા તો ભગાભાઈ બારડ પણ કોંગ્રેસ છોડી શકે છે. આ અગાઉ રાજ્યગુરુ પણ આપ છોડી કોંગ્રેસમાં પરત ફર્યા છે. આ અગાઉ કોંગ્રેસમાંથી પરત ફરેલા હાર્દિક અને અલ્પેશને ભાજપમાંથી ટિકિટ મળવાની વાતો સામે આવતાં કોંગ્રેસમાંથી ઘણાં નેતાઓને પોતાના અંતર આત્માનો અવાજ હવે જોરથી સંભળાવવા લાગશે એ વાત ચોક્કસ છે.

સોશિયલ મીડિયા પર પ્રચાર Hum Dekhenege News

સોશિયલ મીડિયા પર આંકડાથી કોને ખુશ કરી રહ્યા છે નેતાઓ ?

હાલના સમયમાં ચૂંટણી પ્રચારનું સૌથી મોટું મંચ સોશિયલ મીડિયા બની રહ્યું છે. ત્યારે તમામ પક્ષો સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે સક્રિય થયા છે. તેની સાથે જ પોતાનો આંકડો મોટો બનાવવા માટેની વિવિધ જાહેરાતો પણ કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ કે આપ તમામના ઉમેદવારો અને નેતાઓ પોતાના ફોલોઅર્સ વધારવા માટે નવા નવા ગતકડાં કરતાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં તેના માટે એકસ્પર્ટની ઊંચા ભાવે મદદ પણ લેવામાં આવી રહી છે. એટલું જ નહીં કેટલાક પક્ષે તો પોતાના ફોલોઅર્સ વધારવાના ટાર્ગેટ પણ આપી દીધા છે. જોકે તેના પર ચૂંટણી પંચની નજર હોવી જોઇએ તે પણ જરૂરી છે. અને આ ખર્ચ શું ચૂંટણીના પ્રચાર ખર્ચની અંદર સમાવેશ થશે ?

આ પણ વાંચો : ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું અંદરની વાત : બનાસકાંઠામાં નેતા રડી પડ્યા તો ગોંડલમાં શું ‘ખેલ’ ચાલી રહ્યો છે ?

Back to top button