ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

સુનીલ શેટ્ટી સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો: 128 નેપાળી મહિલાઓને સેક્સ ટ્રાફિકિંગથી બચાવી, જાણો

  • મહિલાઓ સેક્સ ટ્રાફિકિંગનો શિકાર બને છે અને તે જઘન્ય કૃત્ય છે, પરંતુ તેની વારંવાર ચર્ચા થતી નથી

મુંબઈ, 2 જુલાઇ: મહિલાઓ સેક્સ ટ્રાફિકિંગનો શિકાર બને છે તે જઘન્ય કૃત્ય છે જેની વારંવાર ચર્ચા થતી નથી. પરંતુ એકવાર બોલીવૂડના અન્ના સુનીલ શેટ્ટી આવી મહિલાઓ માટે તારણહાર બન્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેમના ઘરે સુરક્ષિત પરત ફરવા માટે ફ્લાઇટની ટિકિટની પણ વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત, અભિનેતા દ્વારા એ ખાતરી પણ કરવામાં આવી હતી કે ત્યાં સુધી આના વિશે કોઈ ખુલાસો ન થાય જ્યાં સુધી 24 વર્ષ પછી એક પીડિતા દ્વારા આના વિશે વાત કરવામાં ન આવે.  1996માં ભારતીય અભિનેતા સુનીલ શેટ્ટીએ 128 નેપાળી મહિલાઓને મુંબઈમાં સેક્સ ટ્રાફિકિંગ રિંગમાંથી બચાવી હતી. જ્યારે નેપાળ સરકારે તેમને સ્વદેશ પાછા લાવવાના ઇનકાર કર્યો, ત્યારે શેટ્ટીએ તેમના પરત ફરવા માટે ફ્લાઇટની ટિકિટ કરી આપી અને તેમની સલામતીની ખાતરી કરી.

 

સુનીલ શેટ્ટીએ નેપાળી મહિલાઓને સેક્સ ટ્રાફિકિંગથી બચાવી

અભિનેતા લગભગ 28 વર્ષ સુધી આ ઘટના વિશે મૌન રહ્યો. જો કે, બચી ગયેલા પૈકીની એક, ચારિમાયા તમંગે ખુલાસો કર્યો કે, તેણીની તેના ગામમાંથી કેવી રીતે તસ્કરી કરવામાં આવી હતી અને અભિનેતા દ્વારા સેક્સ રેકેટમાંથી તેઓને કેવી રીતે બચાવવામાં આવ્યા હતા. તેણીએ કહ્યું કે, “જ્યારે સરકાર મૂંઝવણમાં હતી કે ઓપરેશન કેવી રીતે કરવું, તે સમયે ભારતના ફિલ્મ હીરો, સુનીલ શેટ્ટીએ તેમને ટેકો આપ્યો.”

વીડિયોમાં તેણીએ એમ પણ કહ્યું હતું કે, “5 ફેબ્રુઆરી, 1996ના રોજ, સમગ્ર કમાઠીપુરા, વૈશ્યાલય વિસ્તારને પોલીસ અને સામાજિક કાર્યકરોએ કોર્ડન કરી લીધો હતો. તેઓએ અમને ત્યાંથી બહાર કાઢ્યા હતા. આ રીતે અમને બચાવી લેવામાં આવ્યા હતા. અમારી સરકાર (નેપાળ) એ અમને પાછા લેવાની ના પાડી દીધી.” તેમણે વધુમાં કહ્યું કે, અમારી પાસે જન્મ પ્રમાણપત્ર કે નાગરિકતા કાર્ડ નથી. ત્યારે  તમારી ફિલ્મના હીરો સુનીલ શેટ્ટીએ અમને સપોર્ટ કર્યો. તેમણે બચાવી લેવામાં આવેલી 128 મહિલાઓ માટે કાઠમંડુની પ્લેનની ટિકિટ ખરીદી.”

1996માં બનેલી ઘટના વિશે વધુમાં જાણો 

5 ફેબ્રુઆરી 1996ના રોજ, મુંબઈ પોલીસે મુંબઈના કમાઠીપુરા રેડ લાઈટ એરિયામાંથી 14થી 30 વર્ષની વયના 456 મહિલાઓને બચાવી. બચાવાયેલી કુલ મહિલાઓમાંથી 128 નેપાળી હતી, જો કે, તેમની પાસે નાગરિકતાનો કોઈ પુરાવો નહોતો, જેના માટે નેપાળ સરકાર તેમને પરત લેવા પણ માંગતી ન હતી. બાદમાં, સુનિલ શેટ્ટીએ ફ્લાઇટ ટિકિટોની વ્યવસ્થા કરી અને ઓપરેશન માટે ‘સેવ ધ ચિલ્ડ્રન’ NGOના સ્થાપક વિપુલા કાદરીની મદદથી મહિલાઓ સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય તેની ખાતરી કરવા માટે રકમ ચૂકવી.

આ પણ જુઓ: ધર્માંતરણ રોકવામાં નહીં આવે તો બહુમતી પણ લઘુમતી થઈ જશે: અલ્હાબાદ HCની ગંભીર ટિપ્પણી

Back to top button