ગુજરાતટોપ ન્યૂઝ

પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા બની સરળ, ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપરન્ટ બની

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ ગાંધીનગરથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા સરળ બની ગઈ છે.

મુખ્યમંત્રીની મંજૂરીઃ હાલ મળતી માહિતી મુજબ પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી બદલી પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપરન્ટ બની છે. લગભગ 1179 કર્મચારીઓની ઇન્‍ટર ડીસ્ટ્રીક્ટ ટ્રાન્સફર્સને મુખ્યમંત્રીની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા સરળ બનતા પંચાયત સંવર્ગની વિવિધ 22 કેડરને લાભ મળશે

ઉમેદવારોની નિમણૂંકઃ આંતર જિલ્લા બદલીથી ખાલી પડનારી જગ્યાઓનું સંતુલન જાળવવા પંચાયત વિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે. 15 ઓક્ટોબર 2023 સુધીમાં તલાટી કમ મંત્રીની 3437 – જુનિયર ક્લાર્કની 1181 અને ગ્રામસેવકની 81 જગ્યાઓ પર ફાઇનલ લીસ્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણૂંક કરાશે

Back to top button