ઉત્તર ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત -રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પર સ્ટેટીક સર્વેલન્સ ટીમનું સઘન ચેકીંગ

Text To Speech

પાલનપુર : વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્‍નિલ ખરે અને હિસાબી અધિકારીશ્રી એચ.આર.ઠાકરએ રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટની મુલાકાત લઇ સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SST) દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

ગુજરાત -રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પર સ્ટેટીક સર્વેલન્સ ટીમનું સઘન ચેકીંગ - humdekhengenews

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્‍નિલ ખરેએ બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્‍ટ આવલ ચેકપોસ્ટ (અમીરગઢ બોર્ડર) અને સરહદ છાપરી (રાજસ્થાન બોર્ડર) ઉપરાંત મહેસાણા જિલ્લા સાથે જોડાયેલી આંબાઘાટા ચેકપોસ્ટ તથા પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં આબુરોડ હાઇવે પર આર.ટી.ઓ ચેકપોસ્ટ અને ધનિયાણા ચારરસ્તા ચેકપોસ્ટની મુલાકાત લઇ ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SST) દ્વારા કરવામાં આવતી વાહન ચેકીંગ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરીને ચૂંટણીલક્ષી આ કામગીરી ચોક્કસાઇપૂર્વક કરવા અંગે તેમણે જરૂરી સુચનો પણ કર્યા હતા.

ગુજરાત -રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પર સ્ટેટીક સર્વેલન્સ ટીમનું સઘન ચેકીંગ - humdekhengenews

આ પણ વાંચો : પિતાએ ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર પાડી, કોંગ્રેસે પુત્રને ઉમેદવાર બનાવ્યો, જાણો કેમ

Back to top button