બિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Intel તૈયાર કરે છે 20% કર્મચારીઓનો એક્ઝીટ પ્લાન : કર્મચારીઓની થઈ શકે છે હકાલપટ્ટી

Text To Speech

જુલાઈ 2022 સુધી Intel કંપનીમાં કુલ 1,13,700 કર્મચારીઓ કાર્યરત હતા અને કોરોનાની મહામારીના લીધે કંપનીના વેચાણમાં ભારે વધારો જોવા મળ્યો હતો. જયારે અત્યારે વધતી જતી મોંઘવારીના લીધે તથા શાળા કોલેજો ઓફલાઈન ખુલવાના કારણે તેનાં કમ્પૂટરોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Google Chrome નો ઉપયોગ કરવો થઈ શકે છે જોખમી : જાણો સંપૂર્ણ વિગતો.

દુનિયામાં વધતી મંદીના ભયને લઈને મોટી મોટી કંપનીઓમાં છાંટણીનો સમય શરુ થઇ ગયો છે. છેલ્લા થોડા સમયમાં દુનિયાની બધી જ મોટી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. હવે આ લીસ્ટમાં હજુ એક કંપની જોડવવા જઈ રહી છે. રીપોર્ટના અનુસાર, સેમીકંડકર ચિપની ખ્યાતનામ નિર્માણ કંપની Intel ના હજારો કર્મચારીઓ ઉપર છાંટણી નામની તલવાર લટકાય રહી છે.

Intel એ બનાવ્યો આ પ્લાન

Intel તેના હજારો કર્મચારીઓની છાંટણી કરવાની તૈયારીઓ કરી લીધી છે તથા આવનાર દિવસોમાં તેની અસર જોવા પણ મળી શકે છે. રિપોર્ટ મુજબ કંપની તેના લગભગ 20%કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો પ્લાન બનાવ્યો છે, જેમાં સેલ્સ,માર્કેટિંગ સહીત અલગ અલગ વિભાગમાં કામ કરી રહેલાં કર્મચારીઓનો સમાવેશ છે. આ મહિનામાં કંપનીના જુલાઈ – સપ્ટેમ્બરના ત્રિમાસિક પરિણામો ઉપરથી કંપનીએ તેના વાર્ષિક સેલ તથા નફાના પૂર્વાનુમાનને પણ ઘટાડી ડીધુ હતું.

કંપનીના સેલ્સમાં થયો ઘટાડો

કોરોનાની મહામારીના લીધે કંપનીના વેચાણમાં ભારે વધારો જોવા મળ્યો હતો. જયારે અત્યારે વધતી જતી મોંઘવારીના લીધે તથા શાળા કોલેજો ઓફલાઈન ખુલવાના કારણે કમ્પૂટરોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જેની અસર કંપનીના ડેટા પર પણ જોવા મળી રહી છે. રીપોર્ટ મુજબ, આ કારણોના લીધે જ વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

Intel - Hum Dekhenge News

ચીન અને રશિયા- યુક્રેન યુદ્ધની અસર

પર્સનલ કમ્પૂટરના મોટા માર્કેટ ગણાતા ચીનમાં કોરોનાની અસર વધવાના કારણે ત્યાં પાછા નિયંત્રણ મુકવામાં આવ્યા, તથા રૂસ – યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ યુદ્ધના લીધે સપ્લાય ચેઈનમાં પણ અવરોધ આવ્યો છે. આ સાથે જ ડીમાંડ પર પણ માંઠી અસર જોવા મળી રહી છે. Intel ના CEO પૈટ ગેલસિંગરએ મંગળવારે કર્મચારીઓ માટે મેમો બહાર પડ્યો હતો. જેમાં બહારના ગ્રાહક અને કંપનીની પ્રોડક્ટ લાઈન્સ માટે એક આંતરિક ફાઉન્ડ્રી મોડેલ બનવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

કંપનીએ કઈ પણ ટિપ્પણી કરી નથી

જોકે, કંપનીમાં મોટા પ્રમાણમાં હકાલપટ્ટીના સંદર્ભમાં Intel તરફથી કોઈ પણ પુષ્ટિ થઇ નથી. મંદીની શરૂઆતમાં જ દુનિયાભરની કંપનીઓમાં કર્મચારીઓ ઓછા કરવાની કામગીરી જોવા મળી રહી છે. કંપનીઓ કોસ્ટ કટિંગના બહાને કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહી છે. તાજેતરમાં જ માર્ક ઝુકરબર્ગની કંપની Facebook માં 15% એટલે કે લગભગ 12000 કર્મચારીઓની હકાલપટ્ટીની તૈયારીઓને લઇને મોટી ખબર આવી હતી.

સતત ચાલી રહ્યો છે છાંટણીનો સમય

છેલ્લા થોડા સમયમાં ઘણી મોટી કંપનીઓમાં હજારો લોકોને બહારનો રસ્તો દેખાડવાના ઘણી ઘટનાઓ સામે આવી છે. તેમાંથી થોડી કંપનીની વાત કરીએ તો ચીનની Alibaba એ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો, રીટેઈલના દિગ્ગજ Walmart એ પણ 200 કર્મચારીઓને બહાર કાઢી મુક્યા હતા. ભારત પણ આ માંથી બાદ નથી, અહી પણ ટેક્નોલોજી ક્ષેત્રમાં ત્રીજી સૌથી મોટી કંપની HCL Tech Ltd. એ પણ વૈશ્વિક સ્તર ઉપર 350 કર્મચારીઓની પણ હકાલપટ્ટી કરી છે.

Back to top button