ગુજરાત

રાજકોટ કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરીની ચર્ચા કરાઈ

Text To Speech

ગઈકાલે રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચોમાસા પુર્વે ડેમ-કેનાલની ચકાસણી કરવા તેમજ લાઈફ જેકેટ સહિતના સાઘનો તૈયાર રાખવા સૂચનો આપવામાં આવ્યા છે.

તેની સાથોસાથ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલુકા મથકો પર વરસાદ માપક યંત્ર સહિતના મુદે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા અને જીલ્લા મથકો પર વરસાદ માપક યંત્રની ચકાસણી કરવા તેમજ આગામી તા.1 થી જીલ્લા અને તાલુકા લેવલના ફલડ કંટ્રોલ રૂમ શરુ થનાર છે તેને રાઉન્ડ ધ કલોક શરુ રાખવા પણ કલેકટર દ્વારા આદેશ કરવામાં આવેલ હતો.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આફતના સમયે બચાવ અને રાહતની કામગીરી અંગે સર્વે કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે અંગેનું આયોજન પણ કરવા અને તેની સાથે સાથે સાવચેતી અંગેના સંદેશાઓ મળ્યેથી ગ્રામ્ય કક્ષા સુધી તત્કાલ સંદેશાઓ પહોંચતા થાય અને આનુસાંગીક પગલા લેવામાં આવે તે અંગેનું આયોજન કરવા જીલ્લામાં ઉપલબ્ધ વાયરલેસ નેટવર્કની વિગતો આપવા તેમજ તાલીમ લીધેલા માનવ બળની વિગતો કલેકટર કચેરીને પુરી પાડવા માટે તાકીદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટિના સમયે બચાવ રાહત માટે પોલીસ માનવબળ ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવું, ભારે વરસાદની પરીસ્થિતિમાં ભયજનક ગરનાળા તથા બેઠા પુલ પર લોકોના અવરજવર પર નિયમન કરવા તેમજ પુરતો પોલીસ બંદોબસ્ત રાખવાની કામગીરી કરવી, ઉપરાંત દરેક લાયસન્સ અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ તાલુકા કક્ષાએ બેઠક બોલાવવી, વરસાદ માપક યંત્રો ચાલુ હોવાની ખરાઈ દિવસ બે માં કરી ખાતરી કર્યા અંગેનું પ્રમાણપત્ર કલેકટરને મોકલી આપવા તેમજ અતિવૃષ્ટિના સમયે લોકોના સ્થળાંતરની નોબત આવે તો પ્રાથમીક શાળાના ઓરડા તૈયાર રાખવા, વાવાઝોડાના સમયે જાનમાલને નુકશાની નિવારવા માટે જરૂરી પગલા લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના સંપર્ક માટે સરપંચ, તલાટી, સ્વૈચ્છીક સંસ્થા, ટેલીફોન વગેરે ડીરેકટરી તૈયાર કરવી, માનવ મૃત્યુ, પશુ મૃત્યુના કિસ્સાઓમાં નિયમાનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી કરવી, જરૂર જણાયે કેશ ડોલ્સ ની ચૂકવણી અને ઘર સહાયની ચૂકવણી કરવાના મુદે પણ આ બેઠકમાં ચર્ચા કરી જરૂરી સમીક્ષા કરી હતી.

Back to top button