નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે ચાર જુદી-જુદી જગ્યાઓ પર સભા કરવામાં આવી છે. ત્યારે અચાનક સાંજે તાત્કાલિક ધોરણે PM મોદીએ તમામ કાર્યક્રમો બંધ રાખી વિવિધ નેતાઓ સાથે કમલમમાં બેઠક બોલાવી છે. જે ચિંતાનો વિષય છે. આજે ચાર સભાઓમાં વડાપ્રધાનને કંઇક ઉણપ દેખાઇ હોઇ તેવી ચર્ચા આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: AAP સામે કોંગ્રેસ-ભાજપ સાથે? કેજરીવાલે પોતાને ભાજપનો મુખ્ય ચેલેન્જર ગણાવ્યો
ચૂંટણીને લઈને હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે
PM મોદીએ ઓચિંતાની બેઠક કમલમમાં બોલાવી છે. જેમાં સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિત ભાજપના મોટા નેતાઓ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી રાજ ભવન જવાના હતા પરંતુ તેની જગ્યાએ હવે સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાંથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા છે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરશે અને ચૂંટણીને લઈને હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે.
આ પણ વાંચો: કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા આ નેતાઓની હાલત ધોબીના કૂતરા જેવી થઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ કમલમ પહોંચ્યા
આજે પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવી હતી. સૌ પ્રથમ સોમનાથ દાદાના દર્શન કરી પીએમએ આજે પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધોરાજી, અમરેલી અને બોટાદમાં સબાઓ સંબોધી હતી. હાલમાં પીએમ મોદી ગાંધીનગર કમલમ ખાતે બીજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં છે. હાલમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલથી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ કમલમ પહોંચ્યા છે.