ટોપ ન્યૂઝનેશનલ

“મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવા” મૂળભૂત અધિકાર નથી – અલ્હાબાદ HC

Text To Speech

દેશભરમાં બહુચર્ચિત અને વિવાદોનાં કેન્દ્ર સમા મામલાને કાયદાનું પીઠ બળ મળી ગયું છે. અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાના યોગી સરકારના નિર્ણયને પણ મંજૂરી આપી દીધી છે. મસ્જિદ સહિતનાં ધાર્મિક સંસ્થાનો પર લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે મસ્જિદ સહિતની ધાર્મિક જગ્યાએ  લાઉડસ્પીકર લગાવવો એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આવું કહીને હાઈકોર્ટે શુક્રવારે બદાયુની નૂરી મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ પર લાઉડ સ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આ અંગે બદાયુના એસડીએમએ પણ મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવાનું યોગ્ય કારણ આપ્યું હતું. ઇરફાન નામનાં એક વ્યક્તિની અરજી પર જસ્ટિસ વીકે બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો છે. કોર્ટે અરજી ફગાવી દીધી છે.

અરજદારે કહ્યું કે SDM બિસોલીનો આદેશ ગેરકાયદેસર ગણાવી આ કારણે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવીને અઝાન પઢવી તે અરજદારના મૂળભૂત અધિકારો અને કાયદાકીય અધિકારનું ઉલ્લંઘન થયું  હોવાની દલિલ સાથે 3 ડિસેમ્બર, 21 ના ​​રોજ લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવાનો SDMનો આદેશ રદ કરવો જોઈએ તેવી હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી હતી.

Back to top button