ઇન્સ્ટાગ્રામની મોટી જાહેરાત, હવે માત્ર શોર્ટ વીડિયો જ થશે વાયરલ..!


- લાંબા વીડિયો અપલોડ કરી શકાશે, પણ ટૂંકા વીડિયોને પ્રાથમિકતા અપાશે
- અત્યાર સુધી વાઈરલ થયેલા મોટાભાગના વીડિયો શોર્ટ્સ જ હોવાનું ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ જણાવ્યું
નવી દિલ્હી, 10 જુલાઈ : મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત કેટલાક સામગ્રી નિર્માતાઓને નિરાશ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ હવે કંપનીનું ધ્યાન લાંબા વીડિયો પર નહીં પણ ટૂંકા વીડિયો પર કેન્દ્રિત કર્યું છે.
View this post on Instagram
લાંબા વીડિયો પણ કરી શકાશે અપલોડ
ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે લોકો ટૂંકા વીડિયોથી ઝડપથી કનેક્ટ થઈ જાય છે અને લોકોને શોર્ટ વીડિયોમાં રસ પણ હોય છે, જો કે તેનો અર્થ એ નથી કે કંપની લાંબા વીડિયો બંધ કરી રહી છે. લાંબા વીડિયો હજુ પણ અપલોડ કરી શકાશે. એડમ મોસેરીએ યૂઝરના સવાલના જવાબમાં કહ્યું છે કે ટૂંકા વીડિયોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેણે કહ્યું કે જ્યારે કોઈ યૂઝર ઈન્સ્ટાગ્રામ પર આવે છે ત્યારે તે ટૂંકા વીડિયો દ્વારા જ આવે છે. અત્યાર સુધી વાઈરલ થયેલા મોટાભાગના વીડિયો શોર્ટ્સ જ છે.
લોકો લાંબા વીડિયો શેર પણ કરતા નથી
તેણે કહ્યું કે જો તમે 10-20 મિનિટના વીડિયો જોશો તો તમને તમારા મિત્રો તરફથી બહુ ઓછી સામગ્રી જોવા મળશે. એડમે કહ્યું કે લોકો લાંબા વીડિયો શેર પણ કરતા નથી. આવી સ્થિતિમાં, લાંબા વીડિયો પર સંસાધનોનો ઉપયોગ કરવાનો કોઈ ફાયદો નથી.
આ પણ વાંચો : દેશનું આ રાજ્ય સંપૂર્ણપણે ‘વિપક્ષ મુક્ત’ બન્યું, તમામ ધારાસભ્યો ‘NDA ગઠબંધન’માં જોડાયા