ટ્રેન્ડિંગનેશનલ

દારુના નશા કરતા પણ ખતરનાક છે ઈન્સ્ટાગ્રામ પર Reels બનાવવાનો નશો, છઠ્ઠા માળેથી છોકરી નીચે પટકાઈ

Text To Speech

ગાઝિયાબાદ, 18 ફેબ્રુઆરી 2025: આજકાલ સોશિયલ મીડિયા પર Reels બનાવવાનો ક્રેઝ એટલો વધી ચુક્યો છે કે લોકો પોતાનો જીવ જોખમમાં મુકી દેતા પણ ડરતા નથી. ગાઝિયાબાદમાંથી તાજેતરમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક છોકરી સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ ખોઈ બેઠી.

ગાઝિયાબાદના એક વિસ્તારમાં એક છોકરી પોતાની બાલકનીમાં ઊભી રહીને Instagram Reels બનાવી રહી હતી. તે વીડિયોમાં એન્ટરટેનમેન્ટ માટે દરેક પ્રકારના ટ્રેંડ્સને ફોલો કરી રહી હતી. આ દરમ્યાન તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. છોકરી આ મોબાઈલને પકડવા માટે ટ્રાય કરવા જતાં છઠ્ઠા માળેથી કુદવાની કોશિશ કરી, પણ તે પોતાનું સંતુલન ખોઈ બેઠી અને સીધી નીચે જમીન પર આવી ગઈ.

ઘટના બાદ હાલત ગંભીર, હોસ્પિટલમાં પહોંચી ગઈ

જ્યારે તે નીચે પડી તો આજુબાજુના લોકો તેને બચાવવા માટે દોડ્યા અને ઘાયલ છોકરીને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી. જો કે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાયું. પાડોશીઓ અને આજુબાજુના લોકોએ તરત મદદ કરી, પણ આ ઘટનાએ સોશિયલ મીડિયાનો નસો કેટલો ખતરનાક છે, તે દુનિયાની સામે લાવીને મુકી દીધું છે.

રીલ્સ બનાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટના થઈ

આ ઘટના એ બતાવે છે કે સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટવાના ચક્કરમાં લોકો પોતાના જીવ સાથે દાવ ખેલતા હોય છે. લોકો ભૂલી જાય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુની આશા રાખી છે કે પોપ્યુલર થશે, તો ખતરો પણ વધી જાય છે. હવે સવાલ એ છે કે શું આપણે ખાલી લાઈક્સ અને ફોલોઅર્સને વધારવા માટે આપણી જિંદગી દાવ પર લગાવી દેવાની?

આ પણ વાંચો: મોટી ટ્રેપમાં ફસાઈ ગઈ છે મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા, સોશિયલ મીડિયા પર નવો વિવાદ ઊભો થયો

Back to top button