ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Instagram પર 3200 કરોડનો દંડ, જાણો-શું છે કારણ?

Text To Speech

Instagramને બાળકોના ડેટાથી જોડાયેલ યુરોપીય યુનિયન ડેટા પોલિસીના નિયમ ઉલ્લંઘન માટે દોષી માનવામાં આવ્યું છે. ત્યારબાદ Instagram પર ઘણી મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આયર્લેન્ડના ડેટા ગોપનીયતા નિયમનકારે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Instagramને 32.7 બિલિયન રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશને એક ઈમેલમાં જણાવ્યું હતું કે એમને ગયા અઠવાડિયે જ કંપનીને 402 મિલિયન ડોલરનો દંડ કરવાનો છેલ્લો નિર્ણય લઈ લીધો છે.

Instagram
Instagram

દંડ ફટકારવામાં આવ્યા પછી ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ કહ્યું છે કે એમને આ કિસ્સાની જાંચમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. સાથે જ મેટાએ કહ્યું છે કે તે આટલા મોટા દંડને સ્વીકારતી નથી છે અને તેની સામે અપીલ કરશે.

આયરિશ વોચડોગ તપાસમાં જાણવા મળ્યું હતું કે Instagramએ 13થી 17 વર્ષના બાળકોનો પર્સનલ ડેટા પબ્લિકલી લીક કર્યો છે. જેમાં તેમના ફોન નંબર અને ઈમેઇલ એડ્રેસનો પણ સમાવેશ થાય છે.

એક મેટા અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે “આ પૂછપરછ જૂના સેટિંગ્સ પર કેન્દ્રિત છે જે અમે એક વર્ષ પહેલા અપડેટ કરી હતી અને ત્યારથી અમે ટીનએજર્સની માહિતીને સુરક્ષિત અને ખાનગી રાખવા માટે ઘણા નવા ફીચર્સ બહાર પાડયા છે.

એમેઝોન પર પણ મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ પહેલા ગયા વર્ષે જ એમેઝોન પર મોટો દંડ લગાવવામાં આવ્યો હતો. આવા જ એક કેસમાં લક્ઝમબર્ગના રેગ્યુલેટરે એમેઝોનને 746 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો હતો.

Back to top button