‘ભારતના સ્વતંત્રતા સેનાનીઓ’ દેશ માટે હસતાં હસતાં આપી દીધું બલિદાન
દેશ 15 ઓગસ્ટ, 2024ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતીયો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે આપણે સૌએ બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવી અને એક નવી શરૂઆત થઈ.
આપણને આઝાદી અપાવવા માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. ઘણાએ હસતા હસતા ફાંસીની સજાને સ્વીકારી અને ઘણા અંગ્રેજોની નિર્દયતાનો ભોગ બન્યા. આજે અમે એવા 5 સ્વાતંત્ર્ય સેનાનીઓની કહાણી કહેવા જઈ રહ્યા છીએ, જેમણે દેશ માટે બલિદાન આપ્યું. તેમાંથી કેટલાક 22 વર્ષના હતા અને કેટલાક 23 વર્ષના હતા.
1. મંગલ પાંડે
સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ નાયક મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયાના નાગવા ગામમાં થયો હતો. 1849માં માત્ર 22 વર્ષના મંગલ પાંડે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં જોડાયા. તે પશ્ચિમ બંગાળના બેરકપોર છાવણીમાં 34મી બંગાળ નેટિવ ઈન્ફેંટ્રીમાં સૈનિક હતા. જ્યાં ગાય અને ભૂંડની ચરબીવાળી રાઈફલ કારતુસનો ઉપયોગ શરૂ કરાયો હતો. 9 ફેબ્રુઆરી 1857ના રોજ, મંગલ પાંડેએ આ કારતુસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો.
બ્રિટિશ સરકારને આ ગમ્યું નહીં 29 માર્ચ, 1857ના રોજ, બ્રિટિશ ઓફિસર મેજર હેવસને મંગલ પાંડેની રાઈફલ છીનવવાનો પ્રયાસ કર્યો અને મંગલ પાંડેએ તેને મારી નાખ્યો. અંગ્રેજ અધિકારી લેફ્ટનન્ટ બોબ પણ મંગલ પાંડે સામે ટકી શક્યા ન હતા. અહીંથી મંગલ પાંડેએ અંગ્રેજો સામે યુદ્ધ શરૂ કર્યું. 8 એપ્રિલ 1857ના રોજ 30 વર્ષના મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી.
2. ભગતસિંહ
ભગતસિંહનું નામ દરેક બાળક જાણે છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબના લાયલપુર જિલ્લાના બંગામાં થયો હતો. દેશની આઝાદી માટે માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડે ભગતસિંહને હચમચાવી દીધા હતા. તેમણે લાહોરની નેશનલ કોલેજમાં અભ્યાસ છોડીને નૌજવાન ભારત સભા શરૂ કરી અને સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું.
1922માં ચૌરી ચૌરાની ઘટનામાં મહાત્મા ગાંધીનું સમર્થન ન મળતા તેઓ ચંદ્રશેખર આઝાદના ગદર દળમાં જોડાયા હતા. કાકોરી ઘટનામાં રામ પ્રસાદ બિસ્મિલ સહિત ચાર ક્રાંતિકારીઓને ફાંસી અને અન્ય 16ને આજીવન કેદની સજા આપવામાં આવ્યા બાદ, ભગતસિંહે રાજગુરુ સાથે મળીને 1928માં લાહોરમાં મદદનીશ પોલીસ અધિક્ષક જેપી સોન્ડર્સની હત્યા કરી હતી.
ત્યારબાદ, બટુકેશ્વર દત્ત સાથે મળીને, તેણે નવી દિલ્હીમાં તત્કાલીન બ્રિટિશ ઈન્ડિયાની સેન્ટ્રલ એસેમ્બલીના સભાગૃહમાં બોમ્બ ફેંક્યા અને ક્રાંતિકારી નારા લગાવ્યા. ભાગી જવાને બદલે તેણે ધરપકડ માટે આત્મસમર્પણ કર્યું. તેમના પર ‘લાહોર કાવતરા’ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો અને 23 માર્ચ, 1931ની રાત્રે તેમને ફાંસી આપવામાં આવી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી.
3. ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ, 1906ના રોજ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરામાં થયો હતો. 14 વર્ષની ઉંમરે, આઝાદ બનારસ આવ્યા અને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. અહીં જ તેમણે કાયદા ભંગની ચળવળમાં ભાગ લીધો હતો. 1920-21માં આઝાદ ગાંધીજીના અસહકાર ચળવળ સાથે સંકળાયેલા હતા અને 1926માં તેમણે કાકોરી ટ્રેનની ઘટનામાં ભાગ લીધો હતો, ત્યારબાદ વાઈસરોયની ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને 1928માં લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા તેમણે સોન્ડર્સ પર ગોળીબાર કર્યો હતો. .
27 ફેબ્રુઆરી, 1931ના રોજ, અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં ક્રાંતિકારી તેમના સાથીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે સીઆઈડીના એસએસપી નોટ બાબર ત્યાં પહોંચ્યા અને પોલીસ દળ સાથે મળીને ચંદ્રશેખર આઝાદને ગોળી મારી દીધી. આમાં આઝાદે ત્રણ પોલીસકર્મીઓને મારી નાખ્યા પરંતુ જ્યારે તેની પાસે છેલ્લી ગોળી બાકી હતી ત્યારે તેણે અંગ્રેજોના હાથમાં આવવાને બદલે પોતાને ગોળી મારી દીધી. ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી.
4. રાજગુરુ
શિવરામ હરિ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1908ના રોજ પુણેના ખેડા ગામમાં થયો હતો. લોકો તેમને રાજગુરુના નામથી ઓળખે છે. 6 વર્ષની ઉંમરે તેમના પિતાના અવસાન પછી, તેઓ બનારસ આવ્યા અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અહીં જ ચંદ્રશેખર આઝાદના હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા અને બ્રિટિશ અધિકારી સોન્ડર્સની હત્યામાં ભાગ લીધો હતો. એસેમ્બલીમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં રાજગુરુ પણ ભગતસિંહ સાથે જોડાયા હતા અને 23 માર્ચ 1931ના રોજ 23 વર્ષની ઉંમરે ભગતસિંહ અને સુખદેવની સાથે તેમને ફાંસી આપવામાં આવી હતી.
5. સુખદેવ
સુખદેવ થાપરનો જન્મ 15 મે 1907ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. તેમના જન્મના ત્રણ મહિના પહેલા જ તેમના પિતાનું અવસાન થયું હતું. લાલા લજપત રાયથી પ્રભાવિત સુખદેવ તેમની મદદથી ચંદ્રશેખર આઝાદની ટીમનો એક ભાગ બન્યો. લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે, તેઓ એ ક્રાંતિકારીઓ સાથે જોડાયા જેમણે બ્રિટિશ અધિકારી સોન્ડર્સની હત્યા કરી હતી. સુખદેવે રાજકીય કેદીઓ સાથેના દુર્વ્યવહાર સામે આંદોલનનું નેતૃત્વ પણ કર્યું. 23 માર્ચ 1931ના રોજ ભગત સિંહ અને રાજગુરુની સાથે તેમને ફાંસી આપવામાં આવી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી.
આ પણ વાંચો : ગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરાશે, જુઓ લિસ્ટ