ટ્રેન્ડિંગનેશનલ

બહેન સાથે જ લગ્ન કરવાની જીદ કરી, ના પાડતાં ગળું કાપ્યું, હોસ્પિટલમાં દાખલ

  • ભાઈ-બહેન એક જ કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરતાં હતા
  • બહેનને ખબર પણ ન પડી કે ભાઈ તેના જ પ્રેમમાં પડ્યો છે

ઉત્તર પ્રદેશ, 06 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક યુવકે ભાઈ-બહેનના સંબંધોને કલંકિત કર્યા છે. એક યુવક તેની ફઈની છોકરીને પ્રેમ કરી બેઠો હતો. ત્યાર બાદ તેણે તેની બહેન (ફઈની છોકરી) ને લગ્ન કરવા કહ્યું, લગ્નની ના પાડતાં તેણે તેની જ બેનને ગળામાં છરી મારીને ગંભીર રીતે ઘાયલ કરી હતી. વિદ્યાર્થિનીને ગળા પર ગંભીર ઈજા થતાં રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

એલએલબીનો વિદ્યાર્થી તેની બહેનના પ્રેમમાં પડ્યો

આ ઘટના શુક્રવારે સાંજે શહેર પોલીસ સ્ટેશન હેઠળની ડીએમ કોલોનીમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે શહેરના કોતવાલી વિસ્તારની ડીએમ કોલોનીમાં તેના મામાના ઘરે રહેતી 25 વર્ષીય પીડિતા એલએલબીનો અભ્યાસ કરતી હતી, તેની તેના મામાના પુત્ર દ્વારા ગળાના ભાગે છરી વડે ઘા મારવામાં આવ્યો છે. 26 વર્ષીય જ્ઞાન પ્રકાશે શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યાના અરસામાં તેને ગળામાં છરી વડે ઘા મારીને ઇજા પહોંચાડી હતી. અધિકારીએ જણાવ્યું કે પીડિતા જાલૌન જિલ્લાની રહેવાસી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થિનીને ગંભીર ઘા વાગતાં સારવાર અર્થે સરકારી મેડિકલ કોલેજ, બાંદામાં દાખલ કરવામાં આવી હતી, જેની હાલ સારવાર ચાલી રહી છે.

ભાઈને અચાનક મારા પ્રત્યે પ્રેમ જાગ્યો: પીડિતા

અધિકારીએ જણાવ્યું કે યુવતી અને તેનો મામાનો છોકરો જ્ઞાન પ્રકાશ એક જ કોલેજમાં સાથે કાયદાનો અભ્યાસ કરે છે. બંને એલએલબીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે. વિદ્યાર્થિનીને ખબર જ ન પડી કે તેના ભાઈને તેના પ્રત્યે ક્યારે પ્રેમ થયો, અચાનક ભાઈએ તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ ગુસ્સામાં જ્ઞાન પ્રકાશે બહેનના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યી હતી, આ જોઈને જ્ઞાનપ્રકાશ ત્યાંથી ભાગી ગયો હતો.

અધિકારીએ કહ્યું, “તપાસમાં જાણવા મળ્યું કે આરોપી જ્ઞાન પ્રકાશ તેની ફઈની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ જ્યારે છોકરીએ ના પાડી તો તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે.” પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગના શાર્પશૂટર પ્રદીપ સિંહની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ

Back to top button