ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ઇન્શાલ્લાહ, અમે તને બોમ્બથી ઉડાવી દઇશું’: કૃષ્ણ જન્મભૂમિ સમર્થકોને મળી વધુ એક ધમકી

ફતેહપુર,24 ફેબ્રુઆરી ; મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં હાજર રહીને પરત ફરી રહેલા એક પક્ષને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ, મથુરાના પ્રમુખ આશુતોષ પાંડે(Ashutosh Pandey) પણ શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં((Shri Krishna Janmabhoomi case)) મુખ્ય વાદી છે. પ્રયાગરાજથી મથુરા પરત ફરતી વખતે પાકિસ્તાની વોટ્સએપ નંબર પરથી આશુતોષ પાંડેને ધમકીભર્યો કોલ આવ્યો હતો.

ફોન કરનારે જો કેસ પરત નહીં ખેંચવામાં આવે તો તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને ‘હિન્દુસ્તાન મુરદાબાદ’ના નારા લગાવ્યા હતા. આ મામલે આશુતોષ પાંડે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને લેખિત ફરિયાદ આપી. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મામલો જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

આશુતોષ પાંડેએ જણાવ્યું કે, ‘અમે ફતેહપુર પહોંચ્યા હતા જ્યારે અમને પાકિસ્તાનના એક નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો. ફોન ઉપાડવા પર, સામા છેડે બોલતા વ્યક્તિએ અમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી.

ફોન કરનારે કહ્યું કે કેસ પાછો ખેંચો નહીંતર બોમ્બમારો કરવામાં આવશે. તમારા તમામ ફેસબુક અને ટ્વિટર આઈડી હેક કરશે. ધમકી આપી હતી કે કેસ પાછો નહીં ખેંચાય તો તારી બેન્ડ વગાડીશ. ઈન્શાઅલ્લાહ, અમે તમને બોમ્બથી ઉડાવી દઈશું. તમારી રાખ એ જ ઈદગાહમાં દફનાવવામાં આવશે જ્યાં તમે ગયા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

આ મામલે એએસપી ફતેહપુર વિજય શંકર મિશ્રાએ જણાવ્યું કે, સર્વેલન્સ સેલ દ્વારા વોટ્સએપ નંબરની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ પોલીસ સ્ટેશન કોતવાલી પર ધમકીભર્યા ફોન આવવાની માહિતી આપી છે. આ અંગે કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

એએસપીએ જણાવ્યું કે આશુતોષે તેની ફરિયાદમાં કહ્યું છે કે તે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિ શાહી ઈદગાહ મસ્જિદના કેસમાં હાજર થયા બાદ માનનીય હાઈકોર્ટ પ્રયાગરાજથી પરત ફરી રહ્યો હતો. ફતેહપુર હાઈવે પર પહોંચ્યા બાદ તેના મોબાઈલ નંબર પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને કેસ પાછો ખેંચી લેવા જણાવ્યું હતું.

આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે

આ દિવસોમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે. શુક્રવારે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પોતાની હકીકત રજૂ કરી છે. હવે હિન્દુ પક્ષની સુનાવણી 29મીએ સવારે 11:30 કલાકે થશે.

Back to top button