ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

INSAT-3DSનું આજે ‘Naughty Boy’ પરથી લોન્ચિંગ, કુદરતી આફતો વિશે આપશે માહિતી

Text To Speech
  • GSLV-F14 સાંજે 5.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભરશે ઉડાન

શ્રીહરિકોટા, 17 ફેબ્રુઆરી: ઇન્ડિયન સ્પેસ રેસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) હવામાનની સચોટ માહિતી આપવા માટે એક સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. હવામાનની સચોટ માહિતી આપતો આ ઉપગ્રહ INSAT-3DS આજે એટલે કે 17મી ફેબ્રુઆરીએ લોન્ચ થશે. જેને ‘નૉટી બોય’ (Naughty Boy)નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.

 

ઈસરોના જણાવ્યા મુજબ, GSLV-F14 આજે શનિવારે સાંજે 5.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઊંચી ઉડાન ભરશે. તેને લિફ્ટ-ઓફ થયાની લગભગ 20 મિનિટ પછી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં તૈનાત કરવામાં આવશે. આ રોકેટનું એકંદરે 16મું મિશન હશે અને સ્વદેશી રીતે વિકસિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરીને તેની 10મી ઉડાન હશે. ઉલ્લેખનીય છે કે, INSAT-3DS સેટેલાઇટ એ ત્રીજી પેઢીના હવામાનશાસ્ત્રીય ઉપગ્રહનું એક ફોલો-અપ મિશન છે જે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

‘નોટી બોય’ શું કરશે?’

નોટી બોયનું વજન 2274 કિલો છે. એકવાર કાર્યરત થયા બાદ આ ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ (IMD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT), હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગો માટે કામ કરશે. આ 51.7 મીટર લાંબુ રોકેટ ઇમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ એડેડ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટ્રાન્સપોન્ડર લઈ જશે. તેનો ઉપયોગ વાદળો, ધૂમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, આગ, ધુમાડો, જમીન અને મહાસાગરોના સંશોધન માટે કરવામાં આવશે.

આ પણ જુઓ: વીડિયો: શું આ એલિયન ગ્રહ છે? અવકાશમાંથી જોવા મળ્યો પૃથ્વીનો અનોખો નજારો

Back to top button