ભારતીય નેવીની તાકાત હજુ વધશે, જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે મુંબઈના મઝગાંવ ડોકયાર્ડથી બે નવા વિધ્વંસકને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે. જેમાં એક વિધ્વંસકનું નામ સૂર્યપુત્રી તાપી નદિના કિનારે વસેલા શહેર સુરત સાથે જોડાયેલું છે. INS સુરત અને INS ઉદયગીરી નામના બે યુદ્ધ જહાજ આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુંબઈમાં મઝાગાંવ ડોક્સ લિમિટેડ ખાતે ભારતીય નૌકાદળના સમર્પિત કરશે.
INS – SURAT ‘પ્રોજેક્ટ 15B’ પ્રોગ્રામ હેઠળ ચોથું અને છેલ્લું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે, જ્યારે બીજું જહાજ ‘ઉદયગીરી’ ‘પ્રોજેક્ટ 17A’ ફ્રિગેટ પ્રોગ્રામનો ભાગ છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દેશ સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ મુંબઈમાં મઝાગાંવ ડોક્સ લિમિટેડ ખાતે એક સાથે લોન્ચ કરાશે.
INS – SURAT પ્રોજેક્ટ 15B વિનાશકનું ચોથું જહાજ
પ્રોજેક્ટ 15B વર્ગના જહાજો ભારતીય નૌકાદળના નેક્સ્ટ જનરેશનના સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે જે મુંબઈમાં મઝાગોન ડોક્સ લિમિટેડ ખાતે બનાવવામાં આવી રહ્યા છે.INS – SURAT પ્રોજેક્ટ 15B વિનાશકનું ચોથું જહાજ છે, જે P15A (કોલકાતા વર્ગ) વિનાશકની નોંધપાત્ર ઓવરઓલની શરૂઆત કરે છે અને તેનું નામ ગુજરાત રાજ્યની વ્યાપારી રાજધાની સુરત પરથી રાખવામાં આવ્યું છે.
જાણો શું વિશેષતાઓ છે INS સુરતની?
INS SURAT 7400 ટન વજનનું યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 163 મીટર (553 ફૂટ), બીમ 17.4 મીટર (57 ફૂટ), ડ્રાફ્ટ 6.5 મીટર (21 ફૂટ) છે. આ જહાજમાં 9900 hpનું ડીઝલ એન્જિન છે. WCM-1000 જનરેટરની સ્પીડ 56 કિલોમીટર (30 નોટિકલ) પ્રતિ કલાક છે. 4 ઇન્ટરસેપ્ટર બોટ સાથે 4600 મીટર સુધીની ફાયર ક્ષમતા ધરાવે છે. જહાજમાં નેવીના 50 અધિકારી અને 250 સૈનિક તૈનાત થઈ શકશે, તેમજ લાંબો સમય સુધી રહી શકશે. આ યુદ્ધ જહાજથી સરફેસ ટુ એર મારક ક્ષમતાવાળી બરાકની 8 મિસાઈલ, બ્રહ્મોસ મિસાઈલ છોડી શકાય છે. આ ઉપરાંત RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર પણ છોડવાની સુવિધા છે. OTO મેલાસ 76 MM નવલ ગન્સ, AK-630 સ્ટેબીલાઈઝ રિમોટ ગનથી ગન ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. યુદ્ધ જહાજના અપર ફ્લોર પર ફ્લાઈટ ડેક અને હેલિકોપ્ટર હેંગરની પણ સુવિધા છે.
INS ઉદયગીરી અંગે પણ જાણો
આંધ્રપ્રદેશ રાજ્યમાં પર્વતમાળાના નામ પરથી ‘ઉદયગીરી’ નામ આપવામાં આવ્યું છે, તે પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજું જહાજ છે. આ સુધારેલ સ્ટીલ્થ લક્ષણો, અદ્યતન શસ્ત્રો અને સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સ સાથે P17 ફ્રિગેટ્સ (શિવાલિક ક્લાસ) નું અનુસરણ છે. ‘ઉદયગીરી’ એ અગાઉના ‘ઉદયગીરી’નો પુનર્જન્મ છે, લિએન્ડર ક્લાસ ASW ફ્રિગેટ, જેણે 18 ફેબ્રુઆરી 1976 થી 24 ઑગસ્ટ 2007 સુધી ત્રણ દાયકાઓ સુધી વિસ્તરેલી દેશ માટે તેની પ્રસિદ્ધ સેવામાં અસંખ્ય પડકારજનક કામગીરી જોઈ.
P17A પ્રોગ્રામ હેઠળ સાત જહાજો બાંધકામ હેઠળ
કુલ P17A પ્રોગ્રામ હેઠળ સાત જહાજોમાંથી MDL ખાતે 04 અને GRSE ખાતે 03 બાંધકામ હેઠળ છે. આ પ્રોજેક્ટમાં સ્વદેશી યુદ્ધ જહાજની ડિઝાઇન અને બાંધકામમાં પ્રથમ વખત ઇન્ટિગ્રેટેડ કન્સ્ટ્રક્શન, મેગા બ્લોક આઉટસોર્સિંગ, પ્રોજેક્ટ ડેટા મેનેજમેન્ટ, પ્રોજેક્ટ લાઇફસાઇકલ મેનેજમેન્ટ (PDM/PLM) વગેરે જેવી વિવિધ નવીન વિભાવનાઓ અને તકનીકો અપનાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે P17A પ્રોજેક્ટના પ્રથમ બે જહાજો, 2019 અને 2020 માં અનુક્રમે MDL અને GRSE ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા.
15B અને P17A બંને જહાજો ડિરેક્ટોરેટ ઑફ નેવલ ડિઝાઇન (DND) દ્વારા અંદરથી ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે રાષ્ટ્રની તમામ યુદ્ધ જહાજ ડિઝાઇન પ્રવૃત્તિઓ માટે ફાઉન્ટનહેડ છે અને શિપયાર્ડ ખાતે નિર્માણ તબક્કા દરમિયાન, લગભગ 75% ઓર્ડર માટે MSMEs સહિત સ્વદેશી કંપનીઓ પર સાધનો અને સિસ્ટમો મૂકવામાં આવી છે જે દેશમાં ‘આત્મનિર્ભરતા’નું સાચું પ્રમાણપત્ર છે.
શહેરના નામ પરથી જહાજના નામ
ઈન્ડિયન નેવીએ ભારતના કોસ્ટલ એરિયા અને પોર્ટ ધરાવતા શહેરના નામ INS સિરિઝના યુદ્ધ જહાજોના નામ રાખવાની નીતિ બનાવી છે. અને આ રીતે નામકરણ કરવાનો ડિફેન્સ ડિપાર્ટમેન્ટે નવા ક્રાયટેરિયા બનાવ્યા છે. INS SURAT 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમફાલ (મણિપુર) રાખવામાં આવ્યા છે.
INS સુરત નેવીના પ્રોજેક્ટ 15B હેઠળનું ચોથું અને અંતિમ જહાજ છે, જેને વિશાખાપટ્ટનમ ખાતે તૈનાત કરવાનું આયોજન છે. સુરત નામનું યુદ્ધ જહાજ INS સુરત સુરતીઓને અરબી સમુદ્રમાં જોવા મળશે કે કેમ તે અંગે સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા જોવા મળી રહી છે.
સુરત ગુજરાતનું સૌથી મોટું વેપારી હબ
ગુજરાત રાજ્યની વ્યાપારી રાજધાની અને મુંબઈ પછી પશ્ચિમ ભારતનું બીજું સૌથી મોટું વ્યાપારી હબ પણ છે. સુરત શહેરમાં સમૃદ્ધ દરિયાઈ અને જહાજ નિર્માણનો ઈતિહાસ છે અને શહેરમાં 16મી અને 18મી સદીમાં બાંધવામાં આવેલા જહાજો તેમના લાંબા આયુષ્ય (100 વર્ષથી વધુ) માટે જાણીતા હતા. સુરતનું જહાજ બ્લોક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે જેમાં બે અલગ-અલગ ભૌગોલિક સ્થાનો પર હલનું બાંધકામ સામેલ છે અને તેને MDL, મુંબઈ ખાતે એકસાથે જોડવામાં આવ્યું છે. આ વર્ગનું પ્રથમ જહાજ 2021માં કાર્યરત કરવામાં આવ્યું હતું. બીજા અને ત્રીજા જહાજને લોન્ચ કરવામાં આવ્યા છે અને તે ટ્રાયલના વિવિધ તબક્કામાં છે.