ટોપ ન્યૂઝનેશનલ

INS મોર્મુગાઓ રાસાયણિક યુદ્ધમાં અસરકારક, જાણો નામ પાછળની કહાની

સ્વદેશી રીતે તૈયાર કરાયેલ મિસાઇલ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓને રવિવારે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર હતા. આ અવસર પર રાજનાથ સિંહે કહ્યું કે યુદ્ધ જહાજને સામેલ કરવાથી ભારતની દરિયાઈ શક્તિ વધુ મજબૂત થશે. એક તરફ આ યુદ્ધજહાજ અનેક ઉત્તમ સુવિધાઓથી સજ્જ છે તો બીજી તરફ તેના નામકરણ પાછળ એક ખાસ કહાની છે.

આ પણ વાંચો: ગુજરાત મેડિકલ ક્ષેત્રની સીમાચિહ્નરૂપ સિદ્ધી, અંગદાનમાં મળેલા ફેફસાને પ્રત્યારોપણ કરવામાં આવ્યા

જાણો INS મોર્મુગાઓની ખાસિયત:

ભારતીય નૌકાદળના જણાવ્યા પ્રમાણે, આ યુદ્ધ જહાજ રિમોટ સેન્સિંગ સાધનો, આધુનિક રડાર અને સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી મિસાઈલો અને સપાટીથી હવામાં મારવા માટેના હથિયારોથી સજ્જ છે.

મિસાઈલ જેવી વેપન સિસ્ટમથી સજ્જ

આ યુદ્ધ જહાજ પર બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ લગાવવામાં આવી છે. તેની રેન્જ 290 કિમીથી 450 કિમી સુધીની છે. મોર્મુગાઓ યુદ્ધ જહાજ 70 કિમીની મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમથી સજ્જ છે. આ સિવાય ટોર્પિડોઝ, રોકેટ લોન્ચર અને અલગ-અલગ ગન સિસ્ટમો છે. આ યુદ્ધ જહાજ ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે અને તે મહત્તમ 30 નોટની ઝડપ હાંસલ કરી શકે છે. આ સિવાય ન્યુક્લિયર, જૈવિક અથવા તે રાસાયણિક યુદ્ધમાં પણ અસરકારક રહેશે.

આ પણ વાંચો: આ રાજ્યોમાં પડશે હાડથીજાવતી ઠંડી, હવામાન વિભાગે આપી ચેતવણી

નેવીએ જણાવ્યું કે આ યુદ્ધ જહાજની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7,400 ટન છે. તે ભારત દ્વારા બનાવવામાં આવેલ સૌથી ઘાતક યુદ્ધ જહાજમાં ગણી શકાય છે. આ યુદ્ધ જહાજ એન્ટી સબમરીન વોરફેર રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ અને ASW હેલિકોપ્ટરથી સજ્જ છે. મોર્મુગાઓનું નામ પશ્ચિમ કિનારે આવેલા ઐતિહાસિક ગોવા બંદર શહેર પરથી રાખવામાં આવ્યું છે. યોગાનુયોગ, આ જહાજ પ્રથમ વખત 19 ડિસેમ્બર, 2021 ના ​​રોજ લોન્ચ કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ

પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની મુક્તિના 60 વર્ષ પૂર્ણ થયા તે દિવસે સમુદ્રમાં ઉતાર્યું

વિશાખાપટ્ટનમ વર્ગના ચાર વિનાશકોમાં મોર્મુગાઓ બીજા ક્રમે છે. તેની ડિઝાઇન ભારતીય નૌકાદળના સ્વદેશી સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે Mazagon Dock Shipbuilders Limited ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.

Back to top button