નેશનલ

કાશ્મીરી પંડિતો સાથે અન્યાય થઈ રહ્યો છે, ઉપરાજ્યપાલે તેમની માફી માંગવી જોઈએ : રાહુલ ગાંધી

Text To Speech

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર કાશ્મીરી પંડિતો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. અને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને તેમના નિવેદન માટે માફી માંગવા કહ્યું કે વડાપ્રધાનના પેકેજ હેઠળ કામ કરતા કર્મચારીઓને “ભીખ ન માંગવી જોઈએ”.

રાહુલ ગાંધી-humdekhengenews

કાશ્મીરી પંડિતો સાથે અન્યાયનો આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સરકાર પર કાશ્મીરી પંડિતો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. અને કાશ્મિરના ઉપરાજ્યપાલને તેમના નિવેદન બદલ માંફી માંગવા કહ્યું હતું. મહત્વનું છે કે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ આજે તેમની ભારત જોડો યાત્રા દરમિયાન સાંબા જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું અને આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ હત્યાઓ અને વડા પ્રધાનના પેકેજ હેઠળ નોકરી મેળવવા લોકો દ્વારા કરાતા વિરોધ સહિત તેમના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.અને રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે તેઓ પીએમને પત્ર લખીને આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવશે અને કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ મોકલશે.

રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન

રાહુલ ગાંધીએ યાત્રાના અંતે અહીં સતવારી ખાતે જાહેર સભામાં જણાવ્યું હતું કે આ સરકાર કાશ્મીરી પંડિતોને અન્યાય કરી રહી છે. આજે સાંજે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ મને મળ્યું હતું અને તેમની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. મને એ જાણીને આશ્ચર્ય થયું કે તેમના પ્રતિનિધિમંડળનેઉપરાજ્યપાલે કહ્યું હતું કે તેમને “ભીખ ન માંગવી જોઈએ”.

ઉપરાજ્યપાલે કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ – રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યુ કે તે ઉપરાજ્યપાલને કહેવા માંગે છે કે તે ભિક્ષા નથી માંગી રહ્યા, પરંતુ પોતાના અધિકારો માંગી રહ્યા છે. તમારે કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ, તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળના સભ્ય અને સામાજિક કાર્યકર અમિત કૌલે કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક તેમના વિસ્તારમાં આવવા આમંત્રણ આપ્યું છે અને કાશ્મીર જતી વખતે તેઓ કદાચ રસ્તામાં સમુદાયના સભ્યોને મળવા આવશે.

આ પણ વાંચો : આથિયા-રાહુલના પહેલા આ 7 ક્રિકેટર અને બોલિવૂડ અભિનેત્રીઓ કરી ચૂક્યા છે લગ્ન

Back to top button