ઇસરોના સૂર્ય મિશન આદિત્ય એલ-વનના પ્રારંભિક પ્રયોગ સફળ
- ISROએ કહ્યું છે કે STEPSનું દરેક યુનિટ સામાન્ય માપદંડો પર કામ કરી રહ્યું છે.
- પૃથ્વીથી લગભગ 50,000KM દૂર Aditya-L1 એ સૂર્ય અને તેની આસપાસના વાતાવરણનો અભ્યાસ શરૂ કર્યો છે.
ISRO એ X(અગાઉ ટ્વિટર) પર માહિતી આપતા લખ્યું છે કે, Aditya L1 Mission એ વૈજ્ઞાનિક ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. STEPS ઇન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી 50,000 કિમીથી વધુ દૂર સુપર-થર્મલ અને એનર્જેટિક આયનો અને ઇલેક્ટ્રોનને માપવાનું શરૂ કર્યું છે. આ ડેટા વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોની વર્તણૂક શોધવામાં મદદ કરે છે. ઈસરોએ એક ફોટો પણ શેર કર્યો છે, જેના વિશે તેમણે કહ્યું છે કે ફોટોમાં આપવામાં આવેલ આકૃતિ એક એકમમાંથી એકત્રિત કરવામાં આવેલા ઊર્જાસભર કણોના વાતાવરણમાં ફેરફાર દર્શાવે છે. ISRO એ તેને X પર #AdityaL1 સાથે શેર કર્યું છે.
Aditya-L1 Mission:
Aditya-L1 has commenced collecting scientific data.The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth.
This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri
— ISRO (@isro) September 18, 2023
STEPS માં 6 સેન્સર છે અને દરેક સેન્સર જુદી જુદી દિશામાં કામ કરે છે અને સુપ્રા થર્મલ અને એનર્જેટિક આયનોનો અભ્યાસ કરે છે. આ માપન કરવા માટે નીચા અને ઉચ્ચ ઉર્જા કણ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં હોય ત્યારે મેળવેલ ડેટા વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ કરશે કે પૃથ્વીની આસપાસના કણો ખરેખર કેવી રીતે કાર્ય કરે છે. ખાસ કરીને આ કણો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર સાથે કેવી રીતે વર્તે છે.
પૃથ્વીથી 50,000 કિલોમીટર દૂર પહોંચ્યા પછી STEPSને 10 સપ્ટેમ્બરે સક્રિય કરવામાં આવ્યું હતું. આ અંતર પૃથ્વીની ત્રિજ્યા કરતા આઠ ગણું વધારે છે. સ્પેસક્રાફ્ટ સાથે મોકલવામાં આવેલા સાધનોના સ્વાસ્થ્યની ચકાસણી કર્યા બાદ ડેટા કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે. સ્પેસક્રાફ્ટ 50,000 કિલોમીટરથી આગળ વધે તે પહેલાં, તમામ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: પૃથ્વી કરતાં 8 ગણો મોટો આ ગ્રહ પાણીથી ભરેલો, નાસાના ટેલિસ્કોપે મોકલી તસવીર