ઈન્ફોસિસના શેરધારકોની ‘દિવાળી’ , ટૂંકા ગાળામાં તગડી કમાણીની તક
વિશ્વની IT દિગ્ગજ કંપની ઈન્ફોસિસના શેરધારકો માટે સારા સમાચાર છે. ઈન્ફોસિસના રોકાણકારો તેમના શેર ઊંચા ભાવે વેચીને મોટી કમાણી કરી શકે છે. ઈન્ફોસિસના બોર્ડે શેર બાયબેક પર પોતાની મહોર લગાવી દીધી છે. કંપની રોકાણકારો પાસેથી રૂ. 9,300 કરોડના શેર બાયબેક કરશે. કંપની ટૂંક સમયમાં શેર બાયબેક સંબંધિત રેકોર્ડ ડેટ જાહેર કરશે.
#InfosysQ2FY23 FY 23 Board announced buy back of 9,300 crores
— Infosys (@Infosys) October 13, 2022
બીજા ક્વાર્ટરમાં નફામાં વધારો
ઈન્ફોસિસનો નફો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 11% વધીને 6,021 કરોડ થયો છે. આ નફા બાદ કંપનીએ શેરધારકોને પ્રતિ શેર રૂપિયા 16.50ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ સાથે, ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ રૂ. 6021 કરોડનો નફો કર્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.1 ટકા વધુ છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 5421 કરોડ રૂપિયા હતો. આ નાણાકીય વર્ષમાં તેની કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 36,538 કરોડ રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 23.4 ટકા વધુ છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 29,602 કરોડ હતી.
Infosys announces share buyback worth Rs 9,300 crore: Regulatory Filing
— Press Trust of India (@PTI_News) October 13, 2022
- ઈન્ફોસિસની સપ્ટેમ્બરમાં આવક વધી
- કંપનીનો નફો 11 ટકા વધીને 6,021 કરોડ થયો
- રોકાણકારો માટે શેરબાય બેક પ્લાન
- રોકાણકારો પાસેથી એક શેર 1850 રુપિયામાં ખરીદશે
- રોકાણકારોને આપશે 16.50 રુપિયાનું વચગાળાનું ડિવિડંડ
રૂ. 1850 પર શેર બાયબેક
ઈન્ફોસિસે શેરધારકો પાસેથી શેર બાયબેક કરવા માટે 1850 રૂપિયાની ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે. એટલે કે ગુરુવારે કંપની શેરની બંધ કિંમત કરતાં 30 ટકા વધુ ભાવે શેર બાયબેક કરશે. આનો અર્થ એ છે કે ઇન્ફોસિસના રોકાણકારો સીધો 30 ટકાનો નફો કરી શકે છે. કંપની બાયબેક માટેની રેકોર્ડ તારીખ પછીથી અલગથી જાહેર કરશે.
IT company Infosys' consolidated net profit rises 11 pc year-on-year to Rs 6,021 crore in September quarter: Regulatory filing
— Press Trust of India (@PTI_News) October 13, 2022
રૂ. 16.50નું વચગાળાનું ડિવિડન્ડ
ઈન્ફોસિસના બોર્ડે તેના શેરધારકોને રૂ. 16.50ના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપની શેરધારકોને વચગાળાના ડિવિડન્ડ તરીકે રૂ. 6940 કરોડ ચૂકવશે.
2021માં પણ બાયબેક કર્યું હતું
ઈન્ફોસિસે સપ્ટેમ્બર 2021માં પણ શેર બાયબેક કર્યું હતું. ત્યારબાદ કંપનીએ ઓપન માર્કેટમાંથી રૂ. 9200 કરોડના શેર બાયબેક કર્યા હતા. અગાઉ કંપનીએ ઓપન માર્કેટમાંથી શેર ખરીદ્યા હતા.
9 મહિનામાં શેર 27% ઘટ્યા
છેલ્લા એક વર્ષમાં ઈન્ફોસિસના શેરની મૂવમેન્ટ પર નજર કરીએ તો તેણે રોકાણકારોને નિરાશ કર્યા છે. 17 જાન્યુઆરી, 2022ના રોજ ઈન્ફોસિસનો શેર રૂ.1938 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સ્તરોથી સ્ટોક લગભગ 27 ટકા ઘટ્યો છે.