‘મારો વિચાર નહિ બદલાય’ 70 કલાક કામ કરવાના મુદ્દાને વળગી રહ્યા નારાયણ મૂર્તિ
HD ન્યૂઝ ડેસ્ક, 15 નવેમ્બર 2024 : આઈટી સેક્ટરના દિગ્ગજ એનઆર નારાયણમૂર્તિએ પોતાના નિવેદન પર બચાવ કર્યોં છે. જેમાં તેમણે કહ્યું હતું કે લોકોએ અઠવાડિયાના 70 કલાક કામ કરવું જોઈએ. તેમને કહ્યું કે પરિશ્રમ જ ભારતને વિકાસની રાહ પર લઈ જશે. સીએનબીસી ગ્લોબલ લીડરશીપ સમિટમાં તેમણે કહ્યું, ‘માફ કરજો મારો વિચાર બદલાયો નથી. આ વિચાર મરતા સુધી મારી સાથે જ રહેશે. ઈન્ફોસિસના ફાઉન્ડરે કહ્યું કે 1986માં જ્યારે ભારત 6 દિવસ વર્ક ડે પરથી 5 વર્કિંગ ડે પર શિફ્ટ થયું ત્યારે મને ખૂબ દુ:ખ થયું હતું. તેમણે પોતાનો બચાવ કરતા એમ પણ ઉમેર્યું કે દેશને વિકસિત કરવો હોય તો આરામ નહિ પણ કંઈક ત્યાગ કરવો પડશે.
આ દરમિયાન નારાયણમૂર્તિએ પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ અઠવાડિયામાં 100 કલાક કામ કરે છે. જો તે આટલી મહેનત કરી શકે તો આપણે કેમ નહીં. આપણે પણ કામ કરવું જોઈએ અને બતાવવું જોઈએ કે આ દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકાય. તેમણે કહ્યું કે કેવી રીતે બીજા વિશ્વ યુદ્ધ પછી જર્મની અને જાપાનનો વિકાસ થયો અને ફરીથી સમૃદ્ધ દેશો બન્યા. આપણે આ જોવું જોઈએ અને તેમાંથી શીખવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતે પણ આ માર્ગ પર ચાલવું જોઈએ અને તેના દ્વારા જ રાષ્ટ્રનું પુનર્નિર્માણ શક્ય બનશે. જર્મની અને જાપાનના લોકોએ જે રીતે પ્રયાસો કર્યા હતા તેવા જ પ્રયાસો આપણે કરવા પડશે.
મૂર્તિએ કહ્યું કે મે મારી આખી જિંદગી આ વિચારનું પાલન કર્યું છે અને હંમેશા 14 કલાક કામ કર્યું છે. તેમણે કહ્યું કે હું અઠવાડિયામાં સાડા 6 દિવસ કામ કરતો રહ્યોં. તેમણે કહ્યું કે હું સવારે 6.30 વાગ્યે જ ઓફિસ પહોંચી જતો હતો. રાત્રે લગભગ 9 વાગ્યો નીકળતો હતો. મને પોતાની લાઈફસ્ટાઈલ પર ગર્વ છે. 78 વર્ષના બિઝનેસ લીડરે કહ્યું કે દુનિયામાં સફળતાની એક જ રીત છે અને તે છે હાર્ડ વર્ક. તેમણે કહ્યું કે સખત મહેનત કરવાની જરૂર છે. કઠિણ પરિશ્રમનો કોઈ બીજો વિકલ્પ નથી. જો તમે વિદ્ધાન છો તો પણ તમારે ખૂબ મહેનત કરવી જોઈએ..
આ પણ વાંચો : નરેન્દ્ર મોદીએ ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં આદિવાસી પરિવારમાં જે જોયું હતું…