નેશનલ

બાતમીદારો ઘણું જોખમ ઉઠાવતા હોય છે : બોમ્બે હાઇકોર્ટ

Text To Speech

બાતમીદારોના ઈનામ ને લઈને બોમ્બે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે બાતમીદારો ઘણું જોખમ ઉઠાવતા હોય છે ત્યારે સરકારે તે ચોક્કસ કરવું જોઈએ કે તેમણે માહિતી આપવામાં નિરાશા ન મળે. બોમ્બે હાઇકોર્ટમાં એક મહિલાએ કરેલ અરજીમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો મહિલાની તરફેણમાં આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી પકડાયું ડ્રગ્સ, ક્યારે અટકશે સિલસિલો ?
બાતમીદાર - Humdekhengenewsમળતી માહિતી મુજબ ચંદ્રકાંત ધારવે એ વર્ષ 1991 માં કસ્ટમ વિભાગને હીરાની દાણચોરીની માહિતી આપી હતી, માહિતીના આધારે કસ્ટમ વિભાગે દરોડા પાડીને 90 લાખ રૂપિયાના હીરા જપ્ત કર્યા હતા. આ માહિતીના બદલામાં ચંદ્રકાંત ધારવેને 3 લાખ રૂપિયા ઈનામના એડવાન્સ આપવામાં આવ્યા હતા. દરોડા પછી ઇનામની બાકીની રકમ અપાઈ ન હતી. ઘણીવાર ઓફિસના ધક્કા ખાવા છતાં ઇનામની બાકીની રકમ મળી ન હતી.

આ પણ વાંચો : આ કારણ થી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં અદાણી ચોથા ક્રમેથી સીધા સાતમા ક્રમે
બાતમીદાર - Humdekhengenewsવર્ષ 2010 માં ચંદ્રકાંતનું નિધનથયું હતું, ત્યારબાદ તેમની પત્ની જયશ્રી ધારવે એ ઇનામની બાકી રકમ મેળવવા કસ્ટમ ઓફિસના ધક્કા ખાધા છતાં ઈનામની રકમ ન મળી. વિભાગ દ્વારા કઈ સરખો જવાબ ન મળતા જયશ્રી ધારવે એ 2021 માં બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે સુનવણી દરમિયાન ટકોર કરતાં કહું હતું કે બાતમીદાર માહિતી આપવામાં ઘણું જોખમ લેતા હોય છે તેવામાં સરકારે અઅ મામલે અડક વલણ રાખી આ બાબતને સંવેદનશીલતાથી સાંભળવાની જરૂર હતી. હાઇકોર્ટે સરકારને જયશ્રી ધારવેના દવા પર ઈનામની રકમ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે અને 12 અઠવાડિયાની અંદર તેમણે આપવા કહેવામાં આવું છે.

Back to top button