ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઓક્ટોબરના પહેલા જ દિવસે મોંઘવારીએ માથું માર્યું, LPG સિલિન્ડરના ભાવ વધ્યા

Text To Speech
  • ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે જ મોંઘવારીનો માર
  • 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં ૨૦૯ રૂપિયાનો ધરખમ વધારો
  • ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી

1લી ઑક્ટોબર 2023થી નિયમોમાં ફેરફાર થતા ઑક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ દેશમાં ઘણા મોટા ફેરફારો અમલમાં આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર(LPG)ની કિંમતમાં વધારો કરીને આંચકો આપ્યો છે, જયારે બીજી બાજુ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કરીને રાહત આપવામાં આવી છે. તો ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી….

મહિનાની શરૂઆત પહેલા, જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2,000 રૂપિયાની નોટ બદલવા માટે વધુ સમય આપીને રાહત આપી છે, ત્યારે પહેલી તારીખથી, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારાએ બોજ વધારવાનું કામ કર્યું છે.

LPG ગેસ સિલિન્ડર 209 રૂપિયા મોંઘો

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ(IOCL)ની વેબસાઈટ અનુસાર, 1 ઓક્ટોબર, 2023થી 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યા છે. તેની કિંમતમાં સીધો 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે 1,731.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ સપ્ટેમ્બરમાં 1,522 રૂપિયામાં મળતી હતી. અન્ય મેટ્રો સીટીની વાત કરીએ તો, કોલકાતામાં 19 કિલોનો LPG સિલિન્ડર 1636 રૂપિયામાં નહીં મળે પરંતુ હવે 1839.50 રૂપિયામાં મળશે. મુંબઈમાં તેની કિંમત 1482 રૂપિયાથી વધીને 1684 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં તે 1898 રૂપિયામાં મળશે.

ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહિ

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડની વેબસાઈટ મુજબ, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 30 ઓગસ્ટના રોજ દેશની કેબિનેટે નિર્ણય લીધો હતો અને દેશના ગ્રાહકોને 200 રૂપિયાની રાહત આપી હતી. ભાવ ઘટાડા બાદ લોકોને આશા હતી કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળશે, પરંતુ એવું જોવા મળ્યું નથી.

આ પણ જુઓ: હિમાચલ પ્રદેશના આપત્તિ પીડિતો માટે 3500 કરોડના રાહત પેકેજની જાહેરાત

Back to top button