ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

મોંઘવારીએ માઝા મુકીઃ શાકભાજીના ભાવ કેમ પહોંચ્યા આસમાને?

  • રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ થતાં લીલાં શાખભાજીની આવક ધટી, આવક ધટતાંની સાથે જ ભાવ આસમાને.
  • જેમ મેકડોનાલ્ડ્સના મેનુમાંથી ટામેટા ગાયબ થઈ ગયા એમ હવે ચા માં આદુ પણ નહીં જોવા મળે.

ગુજરાતનાં અનેક શહેરોમાં હાલ વરસાદી મહોલ જોવા મળી રહી છે ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતા પર જોવા મળી છે. વરસાદના કારણે મોંઘવારીએ એવી માજા મૂકી છે કે, પેટ્રોલ ડીઝલ કરતા શાકભાજી ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે અને રસોડાની રસોઈ ફીકી પડી છે.

શાકભાજીના ભાવ વધવાનું મોટું કારણ:

ગુજરાતમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદથી શાકભાજીની આવક ઘટાડો અને ભાવ પર માઠી અસર જોવા મળી છે. શહેરમાં શાકભાજી માર્કેટમાં ભાવ આસમાને પહોંચી છે જ્યારે વધતા જતા ભાવને લઈને ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે. દેશભરમાં ભારે વરસાદના કારણે શાકભાજી ઉપરાંત અન્ય ચીજ-વસ્તુઓની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ 40 ટકાનો ઘટાડો થયો છે, ને ભાવમાં વધારો થયો છે.

મોંઘવારીએ માઝા મુકીઃ શાકભાજીના ભાવ કેમ પહોંચ્યા આસમાને?

પહેલાં અને હાલમાં કેટલો વધારો? માર્કેટમાં શું છે હાલ ભાવ?

ગુજરાતમાં શાકભાજીના ભાવ માર્કેટમાં આસમાને પહોંચ્યા છે. વિગતવાર જો જોવા જઈએ તો, કોથમીનના કિલોના 160 રુપિયા હતા જ્યારે અત્યારે 200 રુપિયા થઈ ગયા છે, મરચાના પહેલા કિલાના 80 રુપિયા હતા જે અત્યારે 120એ પહોંચી ગયા છે, એજ રીતે આદુના 240 રુપિયાતો હતા જ ત્યારે અત્યારે તો તે 320એ પહોંચી ગયા છે, ટામેટાના 100 રુપિયા થયા હતા ત્યારે હવે ફરી તેમાં વધારો આવ્યો છે તેના ભાવ અત્યારે 160 રુપિયા થઈ ગયા છે, મેથીની જો વાત કરીએ તો મેથી પહેલા 60 રુપિયે કિલો મળતી હતી જે અત્યારે 120 રુપિયે પહોંચી ગઈ છે, તુરીયા પહેલાં 120ના હતા તો અત્યારે તેના 150 રુપિયા બજારમાં થઈ ગયા છે, ભીંડા પહેલાં 60ના કિલો હતા તો અત્યારે તેના 100 રુપિયા થઈ ગયા છે, પરવર પહેલાં 60 રુપિયે મળતું હતું તો અત્યારે તેના પણ 100 રુપિયા થઈ ગયા છે, ફ્લાવરની વાત જો કરીએ તો ફ્લાવર 80 રુપિયે મળતું હતું જે અત્યારે 120 થઈ ગયા છે, કેપ્સીકમ પહેલાં 80નું કિલો મળતું હતું જેના અત્યારે 160 રુપિયા થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો બધાજ લીલાં શાકભાજીના ભાવ ચોમાસું આવતા આસમાને પહોંચ્યા છે.

ભારે વરસાદના કારણે બજારમાં આવક ધટી:

ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. તેથી શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે 30-40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 100થી વધીને 320 રૂપિયા સુધી પહોંચ્યા છે. સાથે જ મોંધવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે.

આ પણ વાંચો: રાજ્યમાં ક્યારે ઘટશે વરસાદનું જોર ? જૂઓ હવામાન વિભાગે શું કરી આગાહી

Back to top button