- શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા હવે મોંઘા પડશે
- સિઝનલ ફ્રૂટના ભાવમાં પણ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે
- 100 રૂપિયે કિલો મળતા ફળ 200 રૂપિયે પહોંચી ગયા
શ્રાવણ માસની શરૂઆત થતાં ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે ફ્રૂટ માર્કેટમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. ફ્રૂટની ડિમાન્ડ વધી છે પણ આયાત ઓછી હોવાના કારણે ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો શરુ થતા જ ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: ફરજ પર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા કર્મચારીઓ પર DGPએ કરી લાલ આંખ
સિઝનલ ફ્રૂટના ભાવમાં પણ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે
સિઝનલ ફ્રૂટના ભાવમાં પણ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના ફ્રૂટ અન્ય રાજ્યોમાંથી આવતા હોવાને લઇ ભાવ પર અસર અને અન્ય દેશમાંથી આવતા હોવાથી ભાવમાં વધારો થયો છે. સફરજન, કીવી અને ઓરેન્જ યુએસ, સાઉથ અમેરિકા, ન્યુઝીલેન્ડથી આયાત થઈ રહી છે. સાથે જ દેશમાં ભારે વરસાદની સ્થિતિના કારણે અલગ અલગ રાજ્યમાંથી આવતા ફળોની આવક પણ ઘટી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી
100 રૂપિયે કિલો મળતા ફળ 200 રૂપિયે પહોંચી ગયા
શ્રાવણ મહિનાની શરૂવાત મોંઘવારીનો માર પડ્યો છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા હવે મોંઘા પડશે. જેમાં ફળોના ભાવમાં અધધ વધારો થયો છે. તેમાં 100 રૂપિયે કિલો મળતા ફળ 200 રૂપિયે પહોંચી ગયા છે. તેમજ શિમલા સફરજનના ભાવ રૂપિયા 300 પાર પહોંચી ગયા છે. સંતરા, સીતાફળ, ચીકુ, કેળા,પપૈયાના ભાવ 30 ટકા વધ્યા છે. સંતરા રૂ.250 કિલો જૂનો ભાવ રૂ.150 કિલો હતો. તેમજ સીતાફળ રૂ.120 કિલો થયા જૂનો ભાવ રૂ.80 કિલો હતો. ચીકુ રૂ.100 કિલો જૂનો ભાવ રૂ.60 કિલો હતો. તેમજ કેળા રૂ.50 ડઝન થયા છે તથા જૂનો ભાવ રૂ.40
હતો.