ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

મોંઘવારીનો માર ! અમુલની વિવિધ પ્રોડક્સના ભાવમાં થયો વધારો, જાણો શું શું થયું મોંઘું ?

Text To Speech

ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જી હાં હવે અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલે તેના પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે.

એક કિલો દહીના ભાવમાં રૂ.4, છાશમાં રૂ.2નો વધારો કરાયો

અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીંના 400 ગ્રામ પાઉચમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 1 કિલો દહીંના પાઉચમાં 4 રૂપિયાનો વધારો કર્યો છે. તે જ રીતે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે અને 400 ગ્રામ દહીંના કપમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.અમુલે છાશના 500 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત અમુલ લસ્સીના 170 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 200 એમએલ કપના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. જોકે, આ ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે.

 

Back to top button