પાકિસ્તાનમાં ફુગાવાએ તોડ્યા તમામ રેકોર્ડ , મોંઘવારી 46.65 ટકાની ટોચ પર
ગરીબ પાકિસ્તાનની હાલત કફોડી બની છે. આ દેશમાં લોકોને નાની નાની વસ્તુઓ ખરીદવા માટે પણ વધુ રકમ ચૂકવવી પડે છે. 22 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન પાકિસ્તાનનો ટૂંકા ગાળાનો વાર્ષિક ફુગાવાનો દર 46.65 ટકા વધ્યો છે. આ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત મોંઘવારી આટલી વધી છે.
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે કહ્યું કે પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો થવાને કારણે મોંઘવારીનો દર આટલો વધી ગયો છે. સપ્તાહ દરમિયાન મોંઘવારી દરમાં 1.80 ટકાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન ટૂંકા ગાળાનો વાર્ષિક ફુગાવાનો દર 45.64 ટકા રહ્યો હતો.
26 વસ્તુઓના ભાવમાં વધારો
ગત સપ્તાહ દરમિયાન પાકિસ્તાનમાં 26 વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જ્યારે 12 વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે 13 વસ્તુઓની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટામેટાની કિંમત 71.77 ટકા, ઘઉંના લોટની કિંમત 42.32 ટકા, બટાકાની કિંમત 11.47 ટકા, કેળાની કિંમત 11.07 ટકા, બ્રાન્ડેડ ચાની કિંમત 7.34 ટકા, ખાંડની કિંમત 2.70 ટકા, દાળની કિંમત 1.57 ટકા અને ગોળની કિંમતમાં 1.03 ટકા સુધીનો વધારો થયો છે.
આ વસ્તુઓની કિંમતમાં ઘટાડો
જે કોમોડિટીઝના ભાવમાં ઘટાડો થયો છે તેમાં ચિકન મીટ 8.14%, મરચાંનો પાવડર 2.31%, LPG 1.31%, સરસવનું તેલ 1.19%, લસણ 1.19%, રસોઈ તેલ 0.21%, કઠોળનો સમાવેશ થાય છે. મગમાં 0.17%, મસૂરમાં 0.15% અને ઈંડામાં 0.03%નો વધારો થયો છે.
આ પણ વાંચોઃ ઈમરાન ખાનની લાહોરમાં મોટી રેલીની જાહેરાત, કહ્યું-‘મારી રેલીમાં આવવું એ લોકોનો બંધારણીય અધિકાર’