Infinixનો નવો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


Infinix એ શુક્રવારે ભારતમાં તેનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Infinix Smart 6 Plus લોન્ચ કર્યો છે. આ ફોનને મોટી 6.82 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોન MediaTek Helio G25 પ્રોસેસર અને 5,000mAh બેટરી દ્વારા સપોર્ટેડ છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ અને 3 જીબી રેમ છે.
Infinix Smart 6 Plus કિંમત
Infinix Smart 6 Plusને Crystal Violet, Sea Blue અને Miracle Black કલર વિકલ્પોમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 3 GB રેમ સાથે 64 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા છે. આ ફોન 3 જુલાઈથી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.
Infinix Smart 6 Plusની વિશિષ્ટતાઓ
ફોન એન્ડ્રોઇડ 12 આધારિત XOS 10 સાથે આવે છે. Infinix Smart 6 Plusમાં 6.82-inch HD+ ડિસ્પ્લે છે, જે 440 nits ની બ્રાઈટનેસ અને 90.6 ટકાના આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio G25 પ્રોસેસર અને 3 GB RAM છે. RAM ને વર્ચ્યુઅલ રીતે 6 GB સુધી વધારી શકાય છે. સ્ટોરેજને માઇક્રો SD કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે.
Infinix Smart 6 Plus કેમેરા
ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જે 8 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને AI ડેપ્થ સેન્સર સાથે આવે છે. આ ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ પણ ઉપલબ્ધ છે. સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફ્રન્ટમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઇટ પણ ઉપલબ્ધ છે.
Infinix Smart 6 Plus બેટરી
Infinix Smart 6 Plus માં 5000mAh બેટરી ઉપલબ્ધ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, 3.5mm હેડફોન જેક અને માઇક્રો USB પોર્ટ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.