ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને કર્યો ઠાર
- રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી ઘૂસણખોરીનો કર્યો હતો પ્રયાસ
- તલાસી દરમિયાન સિગારેટ, લાઈટર અને ઈયરફોન મળી આવ્યા
ફિરોઝપુર, 02 જુલાઈ : ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ ઠાર કર્યો છે. ઘૂસણખોરે રાત્રિના અંધકારનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરહદ પર તૈનાત બીએસએફ જવાનોએ ચેતવણી આપ્યા બાદ તેને ઠાર કર્યો હતો.
ફાઝિલ્કા/ફિરોઝપુર બોર્ડર પર બીએસએફની કાર્યવાહી
BSFએ સોમવાર-મંગળવારની મધ્યરાત્રિએ ફાઝિલ્કા/ફિરોઝપુર બોર્ડર પર આ કાર્યવાહી કરી છે. એક પાકિસ્તાની ઘૂસણખોરે રાત્રે લગભગ 11:30 વાગ્યે BOP સદકી પાસે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પરના જવાનોએ તેને પડકાર્યો. પરંતુ પાકિસ્તાની નાગરિક આક્રમક મુદ્રામાં આગળ વધતો રહ્યો. જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે તેણે ફરીથી ભારતીય સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. જેના જવાબમાં જવાનોએ ગોળીબાર કર્યો હતો.
ઉર્દૂ ભાષામાં લખેલ બેગ મળી આવી
જે બાદ સ્થળ તપાસ દરમિયાન તેની લાશ મળી આવી હતી. તલાશી દરમિયાન તેના ખિસ્સામાંથી એક થેલી મળી આવી હતી. જે બેગમાં સિગારેટ, લાઈટર અને ઈયરફોન હતા. બેગ પર ઉર્દૂ ભાષામાં લખાણ લખેલું હતું.
આ પણ વાંચો : રેકોર્ડ સ્તરેથી તૂટ્યું શેરબજાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો