ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈન્ડી ગઠબંધનની બેઠકઃ સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત ટોચના નેતાઓ હાજર

Text To Speech
  • દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનની ચોથી બેઠક શરુ, અનેક વિપક્ષી નેતા થયા સામેલ

દિલ્હી, 19 ડિસેમ્બર: દિલ્હીની અશોક હોટલમાં આજે ઈન્ડી ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ રહી છે. આ બેઠક માટે સોમવારથી ઘણા વિરોધ પક્ષોના નેતાઓ રાજધાની પહોંચી ગયા છે. આ જોડાણની પ્રથમ ત્રણ બેઠકો અનુક્રમે પટના, બેંગલુરુ અને મુંબઈમાં યોજાઈ હતી. આ બેઠકમાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ, જેડીયુ નેતા નીતીશ કુમાર, ટીએમસી ચીફ મમતા બેનર્જી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સામેલ થયા છે. આ બેઠક માટે ઝારખંડના સીએમ હેમંત સોરેન દિલ્હી આવ્યા નથી. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે.

આ બેઠક પહેલા કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 5 સભ્યોની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની રચના કરી છે. અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશ તેના સભ્યો છે. મુકુલ વાસનિકને સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી, નેશનલ એલાયન્સ કમિટી બનાવી

શું છે બેઠકનો એજન્ડા?

I.N.D.I ગઠબંધનની આ બેઠક અંગે લાલુ યાદવે કહ્યું કે તમામ પક્ષોના નેતાઓ બેસીને 2024ની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. લાલુ યાદવે બેઠકના એજન્ડાને લઈને વધુ માહિતી આપી નથી પરંતુ માનવામાં આવે છે કે બેઠકોની વહેંચણીએ I.N.D.I ગઠબંધનની બેઠકમાં મુખ્ય વિષય રહી શકે છે. બેઠકોની વહેંચણી પર વાતચીતની સાથે રાજ્યવાર પેટા સમિતિઓની રચના પર પણ ચર્ચા થઈ શકે છે.

કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તર્જ પર, વિપક્ષની રણનીતિ ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના અગાઉ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની છે. આવી સ્થિતિમાં આ અંગે વાતચીત પણ શક્ય છે. ત્રીજી બેઠકમાં ગઠબંધનના લોગો અને ધ્વજ પર પણ ચર્ચા થઈ હતી. I.N.D.I ગઠબંધનની દિલ્હી બેઠકમાં લોગો અને ધ્વજ પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: ટીએમસી સાંસદે રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી કરી, રાહુલ ગાંધીએ રેકોર્ડિંગ કર્યું

Back to top button