સ્પોર્ટસ

INDvsAus Test : રાહુલ-અક્ષરની લગ્ન પછીની પ્રથમ સિરીઝ, શું બંને ખેલાડી યાદગાર બનાવી શકશે ?

નાગપુર ખાતે આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ મેચ રમાશે ત્યારે તમામ ક્રિકેટ રસિકોની નજર આવતીકાલના મહાસંગ્રામ પર છે. ભારતીય ટીમમાં હાલ બે ખેલાડીઓ એવા છે કે જેઓના તાજેતરમાં જ લગ્ન થયેલા છે ત્યારે લગ્ન પછી આ બંને માટે પ્રથમ શ્રેણી છે. આ બંને ખેલાડીઓ છે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને સ્પિનર અક્ષર પટેલ. રાહુલે બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. જયારે અક્ષર પટેલે મેઘા પટેલને પોતાની જીવનસંગીની બનાવી છે. વાઇસ કેપ્ટન કેએલ રાહુલનું રમવાનું નક્કી છે જયારે સ્પિનર અક્ષર પટેલ માટે રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.

આ પણ વાંચો:અથિયા-રાહુલ લગ્નના બંધનમાં બંધાયાઃ સુનીલ શેટ્ટીએ મીઠાઇ વહેંચી, સૌનો આભાર માન્યો

રાહુલ-અક્ષર પાસેથી પણ કોહલી-રોહિત જેવી જ અપેક્ષાઓ

લગ્ન પછી રમત પર તેની સીધી અસર પડતી હોય છે એમાં પણ જો લગ્ન પછીની પ્રથમ મેચ કે શ્રેણી હોય તો ખેલાડી સામે એક નવો પડકાર આવી જાય છે. ખેર જે પણ હોય પરંતુ ક્રિકેટ રસિકો રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચન્દ્રન અશ્વિન જેવી જ અપેક્ષા રાખી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ પરણિત છે અને તેઓએ લગ્ન પછીની પ્રથમ શ્રેણીમાં ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું હતું. રોહિત-કોહલી ટોપ સ્કોરર રહ્યા હતા જયારે આર. અશ્વિન ટોપ વિકેટ ટેકર રહ્યો હતો. આવો જાણીએ આ ત્રણેય ખેલાડીઓ લગ્ન પછીની પ્રથમ શ્રેણીમાં કેવું પ્રદર્શન રહ્યું હતું.

લગ્ન પછીની પ્રથમ શ્રેણીમાં કોહલી-રોહિત-અશ્વિનનું શ્રેષ્ઠ પ્રદર્શન

ભારતીય ટીમનો પૂર્વ સુકાની વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ત્યાર પછી કોહલીએ સાઉથ આફ્રિકા પ્રવાસે ૩ ટેસ્ટ મેચોની શ્રેણી રમી હતી જેમાં કોહલી ટોપ સ્કોરર રહ્યો હતો. કોહલીએ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 6 ઇનિંગ્સ રમી સૌથી વધુ 286 રન બનાવી અનુષ્કાને તેમજ ક્રિકેટ ચાહકોને ગિફ્ટ અર્પણ કરી હતી.

આ પણ વાંચો:ICC ODI રેન્કિંગઃ વિરાટ કોહલીની ટોપ 5માં એન્ટ્રી, સિરાજ ત્રીજા નંબરે પહોંચ્યો

ભારતનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અને સુકાની રોહિત શર્માએ 13 ડિસેમ્બર 2015એ રીતિકા સજ્દેહને પોતાની જીવનસંગીની બનાવી હતી. લગ્ન પછી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની વનડે શ્રેણી રમી હતી. આ શ્રેણીમાં તેણે 5 મેચોમાં સૌથી વધુ 441 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. જેમાં શ્રેષ્ઠ સ્કોર 171 રને અણનમ રહ્યો હતો. રોહિત આ શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

આ પણ વાંચો:ઈજાગ્રસ્ત ખેલાડીઓથી રોહિતનું ટેન્શન વધ્યું, ઓસ્ટ્રેલિયા સામેની નાગપુર ટેસ્ટમાં શું હશે પ્લેઇંગ-11?

કેરમ બોલ તરીકે જાણીતા સ્ટાર સ્પિનર આર. અશ્વિન પણ લગ્ન પછીની પ્રથમ શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આર. અશ્વિન 23 નવેમ્બર 2011માં પ્રીતિ નારાયણ હમસફર બનાવી હતી. લગ્ન પછીની પ્રથમ ટેસ્ટ શ્રેણી ઘરઆંગણે વેસ્ટઇન્ડીઝ સામે રમી હતી. જેમાં આર. અશ્વિને સૌથી વધુ 22 વિકેટ ખેરવી હતી સાથે 121 રન બનાવી ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. આર. અશ્વિનને આ શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકેનો એવોર્ડ મળ્યો હતો.

ટેસ્ટ શ્રેણી માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શુભમ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર) ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ પર આધારિત), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકર, સુર્યકુમાર યાદવ.

આ પણ વાંચો:‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલરે લગ્નનો નિર્ણય પણ ફાસ્ટ લીધો, માત્ર 15 મિનિટમાં જ કર્યો મેરેજનો પ્લાન

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરે મેચ પહેલા કરી સંન્યાસની જાહેરાત, જણાવ્યું આ કારણ

ઓસ્ટ્રેલિઅન ટીમ: પૈટ કમિન્સ (સુકાની). એશ્ટન એગર, સ્કોટ બોલૈંડ, એલેક્સ કૈરી, કૈમરૂન ગ્રીન, પીટર હૈંડસ્કોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મૈથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (ઉપસુકાની), મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નર.

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ માટે નાગપુર પહોંચી

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 2023:

* પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી (નાગપુર)
* બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી (દિલ્હી)
* ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ (ધર્મશાળા)
* ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ (અમદાવાદ)
* પ્રથમ વનડે – 17 માર્ચ (મુંબઈ)
* બીજી વનડે – 19 માર્ચ (વિશાખાપટ્ટનમ)
* ત્રીજી વનડે – 22 માર્ચ (ચેન્નાઈ)

Back to top button