ટ્રેન્ડિંગસ્પોર્ટસ

INDvsAUS : ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા, કેએલ રાહુલના સ્થાને આ ખેલાડીને મળી જગ્યા

Text To Speech

ટીમ ઈન્ડિયા પોતાના અલગ જ ફોર્મ સાથે આગળ વધી રહી છે ત્યારે આજથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં શરૂ થઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ બે ફેરફાર કર્યા છે, કેએલ રાહુલના સ્થાને શુભમન ગિલ અને શમીના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતે પહેલી બંને ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં જ જીતી લીધી હતી ત્યારે આજથી શરુ થતી ટેસ્ટ પર સૌની નજર રહેશે. જો ભારતીય ટીમ હોલ્કર સ્ટેડિયમમાં જીત મેળવવામાં સફળ થશે તો તે ઘરઆંગણે તેની સતત 16મી શ્રેણી જીત થશે. ઓસ્ટ્રેલિયાની નજર જીત સાથે શ્રેણીમાં વાપસી કરવા પર રહેશે. આ સાથે જ આ ટેસ્ટમાં વિજચ થતા જ ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટીકીટ કન્ફર્મ થઈ જશે.

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટ બેસ્ટ : ન્યૂઝીલેન્ડનો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં માત્ર ‘એક’ રનથી રોમાંચક વિજય, ફોલોઓન છતાં મેળવી જીત

બંને ટીમોની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ (સી), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટમાં), મિશેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો

ટીમ ઈન્ડિયા હંમેશા ઘરઆંગણે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે પણ ઘરઆંગણે બંને વચ્ચે 52 મેચ રમાઈ હતી. ભારતે 23 અને ઓસ્ટ્રેલિયાએ 13 મેચ જીતી છે. એક મેચ ટાઈ અને 15 ડ્રો રહી હતી. ઈન્દોરમાં બંને વચ્ચે કોઈ ટેસ્ટ મેચ નહોતી, પરંતુ ભારતે અહીં 2 મેચ રમી અને બંનેમાં જીત મેળવી. બંને ટીમો વચ્ચે કુલ 104 ટેસ્ટ રમાઈ છે. ભારતે 32માં અને ઓસ્ટ્રેલિયામાં 43માં જીત મેળવી હતી. એક મેચ ટાઈ રહી હતી અને 28 ડ્રો રહી હતી.

Back to top button