સ્પોર્ટસ

INDvsAUS : બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માત્ર 113 રન પર ઓલઆઉટ, ભારત સામે 114 નો ટાર્ગેટ

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત રમાઇ રહી છે. બંન્ને ટીમોની પ્રથમ ઇનિંગ પુરી થઇ ચૂકી છે અને બીજી ઇનિંગની શરૂઆત થઇ છે. ત્રીજા દિવસની રમત દરમિયાન સ્પીનરો બેટ્સમેનો પર હાવી થઇ રહ્યાં છે. 24 ઓવર બાદ કાંગારુ ટીમનો સ્કૉર 7 વિકેટના નુકશાને 95 રન પર પહોંચ્યો છે. જે સાથે જ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 113 રનોમાં સમેટાઇ, ભારતને જીત માટે 114 રનોનો ટાર્ગેટ આપ્યો છે.

આ પણ વાંચો : ધોનીની ફેરવેલ મેચ ક્યારે? IPLમાં આ ટીમ સામે છેલ્લી મેચ રમી શકે

ત્રીજા દિવસની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયન ટીમનો ધબડકો જોવા મળ્યો છે, ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની પાંચ ટૉપ ઓર્ડર વિકેટો માત્ર 100 રનની અંદર ગુમાવી દીધી છે. 23 ઓવરના અંતે કાંગારુ ટીમે 5 વિકેટના નુકશાને 95 રન બનાવી લીધા છે.

રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ટેસ્ટની જેમ બીજી દિલ્હી ટેસ્ટમાં પણ તરખાટ મચાવીને કાંગારુઓને ધૂંટણીયે પાડી દીધા છે, ત્રીજા દિવસની રમત દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 6 વિકેટો ઝડપી છે. જાડેજાએ બીજી ઇનિંગમાં બૉલિંગ દરમિયાન કુલ 12.1 ઓવર નાંખી, આ દરમિયાન તેને 42 રન આપીને 6 વિકેટો પોતાના નામે કરી લીધી હતી.

બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 62 રનોની લીડ મેળવી લીધી હતી, બીજા દિવસના અંતે કાંગારુ ટીમે 12 ઓવરની રમત રમી હતી, આ દરમિયાન 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા હતા.

આ પણ વાંચો : IND vs AUS: રોમાંચક બની દિલ્હી ટેસ્ટ, બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાને 62 રનની લીડ

Back to top button