ટોપ ન્યૂઝસ્પોર્ટસ

INDvsAUS : બીજી ટેસ્ટના પહેલાં દિવસે ઓસ્ટ્રેલિયા 263 પર ઓલઆઉટ, અશ્વિન, જાડેજા અને શમી રહ્યા સ્ટાર

ઓસ્ટ્રેલિયાની ટીમનો ભારતનો પ્રવાસ મુશ્કેલ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગમાં 263 રને ઓલઆઉટ થઈ ગઈ છે. આ મેચમાં મોહમ્મદ શમીની સાથે આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો ફરી જાદુ જોવા મળ્યો છે. મોહમ્મદ શમીએ 4 વિકેટ તો આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી સૌથી વધુ રન પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ રન ઉસ્માન ખ્વાજાએ 81 રન તો પેટર હેન્ડ્સકોમ્બએ અણનમ 72 રન કર્યા છે. આ સાથે જ ભારતની પ્રથમ ઈનિંગ શરૂ થઈ ગઈ છે. જેમાં રોહિત શર્મા 13 રન અને કેએલ રાહુલ 4 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. પહેલા દિવસના અંતે ભારતે 21/0 રન બનાવ્યા છે.

હાલની પીચ જોતાં ભારતીય ટીમ માટે પણ બીજો દિવસ મુશ્કેલ બની રહે તેમ છે. કેમકે પીચમાં અનિયમિત ઉછાળ જોવા મળી રહ્યો છે. તેમને ઓસ્ટ્રેલિયાનો સ્પિન બોલિંગ અટેક પણ પહેલી ટેસ્ટ મેચમાં જ ઘણો મજબૂત જોવા મળ્યો હતો. જેના કારણે તેની સામે ભારતીય બેટ્સમેનઓએ ખૂબ જ સારી સાવચેતીથી બેટિંગ કરવાની રહેશે.

મેચમાં પહેલા દિવસે બન્યા યાદગાર રેકોર્ડ

અશ્વિને સ્ટીવ સ્મિથને આઉટ કરતાની સાથે જ યાસિર શાહના રેકોર્ડની બરાબરી કરી લીધી. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને 7મી વખત સ્ટીવ સ્મિથને શૂન્ય રને આઉટ કર્યો હતો. યાસિર શાહે 7 વખત સ્ટીવ સ્મિથને પણ આઉટ કર્યો છે. જેની સાથે સાથે જ સ્ટુઅર્ટ બ્રોડે સ્મિથને 9 વખત શૂન્ય પર આઉટ કર્યો છે જ્યારે જેમ્સ એન્ડરસને 8 વખત સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાના કપ્તાન પેટ કમિન્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેની સાથે જ ભારતીય ટીમે ફરીથી બોલિંગમાં કમાલ કર્યો છે.

આ પણ વાંચો : ચેતેશ્વર પૂજારાને મળી મોટી સિદ્ધિ, સચિન તેંડુલકર સહિત આ દિગ્ગજોની ક્લબમાં શામેલ

Back to top button