સ્પોર્ટસ

INDvsAUS 2nd Test : ઓસ્ટ્રેલિયા ટોસ જીત્યું, ભારતની પ્રથમ બોલિંગ, આ ખેલાડી ટીમની બહાર

Text To Speech

નાગપુરમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતની આજથી દિલ્હી ખાતે બીજી ટેસ્ટ ચાલુ થઇ છે. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ માટે મેદાનમાં ઉતરી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિરીઝમાં ભારત હાલ 1-0 થી આગળ છે. ઓસ્ટ્રેલિયા ટીમ સ્પિનરોના ડર સાથે મેદાનમાં ઉતરી છે. આવામાં ભારતીય ટીમ ફરી ઓસ્ટ્રેલિયાની પછાડવા માટે મેદાનમાં ઉતરી છે.

નાગપુર ટેસ્ટમાં ઇનિંગ્સ અને 132 રને ઓસ્ટ્રેલિયાને હરાવી આ સિરીઝમાં 1-0 થી આગળ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા ભારતને હરાવી સિરીઝમાં બરોબરી કરવા પ્રયત્ન કરશે, તો બીજી બાજુ ભારતીય ટીમ આ મેચ જીતવા માટે પૂરો કરશે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત સામે હાર બાદ ટીમની બહાર?

ચેતશ્વર પુજારાની 100મી ટેસ્ટ

ભારતીય ટીમમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ જાણીતા ચેતેશ્વર પુજારા માટે આ ટેસ્ટ ખૂબ યાદગાર હશે કારણ કે પુજારા માટે આ 100મી ટેસ્ટ મેચ હશે. આપણે જણાવી દઈએ કે પુજારાએ અત્યાર સુધીમાં 99 ટેસ્ટ પૂરી કરી છે. જેમાં 44.16ની એવરેજથી 7021 રન કર્યા છે. જેમાં ૩ બેવડી સદી, 19 સદી અને 34 અર્ધ સદીનો સમાવેશ થાય છે. એવામાં ચેતેશ્વર પુજારા માટે આ 100મી ટેસ્ટ ખૂબ જ યાદગાર રહેશે

આ પણ વાંચો  : .IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ભારતની 5 ઐતિહાસિક ટેસ્ટ જીત

સુર્યા કુમાર યાદવને આરામ

360 ડિગ્રી બેટ્સમેન તરીકે જાણીતા સ્ટાર બેટ્સમેન સુર્યા કુમારને આરામ આપવામાં આવ્યો છે. હાલ સુર્યા કુમાર T20 નંબર-1 બેટ્સમેન છે. તેમજ હાલમાં ખબ જ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. એવામા સુર્યા કુમારને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની દિલ્હી ખાતે ચાલી રહેલ ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે.

Back to top button