ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે અચાનક લીધી ઉદ્યોગ ભવનની મુલાકાત


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બાદ હવે નવા મંત્રી મંડળના મંત્રીઓ એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે આજરોજને ગુજરાત વિધાનસભાના ઉદ્યોગ મંત્રી અચાનક ઉદ્યોગ વિભાગની મુલાકાતે પહોચ્યાં હતા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ સાથે ઉદ્યોગ ભવનની મુલાકાતે પહોચ્યાં હતા. તેમજ થઈ રહેલી કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાજપે સુરતમાં પાલિકાની ચૂંટણીમાં કરેલી ભૂલ સુધારી વિધાનસભાની ચૂંટણીમાં કમબેક કર્યુ
ગુજરાત વિધાનસભાના નવામંત્રી મંડળના ધારાસભ્યોએ સીએમ સાથે સપથ લીધા. જે બાદ તમામ જ સપથ લીધાલા મંત્રીઓ તેમના કામે લાગી ગયા છે.ત્યારે આજે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ ઉદ્યોગ ભવનની મુલાકાત લીધી હતી. સવારે ઓફિસ શરુ થવાના સમયે ઉદ્યોગ ભવન અચાનક મુલાકાતે પહોચ્યાં હતા.

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ ભવન પહોચીં તમામ કામગીરી પર નજર કરી હતી. તેમજ ઉદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી.