અમેરિકા ભારત વચ્ચે વેપાર સંધિ ટૂંક સમયમાં થશે


નવી દિલ્હી, 28 માર્ચ, 2025: trade pact with US અમેરિકા ભારત વચ્ચે વેપાર સંધિ ટૂંક સમયમાં થશે કેમ કે પ્રસ્તાવિત વેપાર કરાર પર ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો “સારી રીતે” આગળ વધી રહી છે અને તે બંને દેશો માટે ફાયદાકારક રહેશે અને દેશના હિતોનું રક્ષણ કરશે એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું.
ગોયલે એમ પણ કહ્યું કે તેઓ કૃષિ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગો સાથે સતત વાતચીત કરી રહ્યા છે. ઉપરાંત દરેક વ્યક્તિ અમેરિકા સાથે સંભવિત દ્વિપક્ષીય વેપાર સોદા અંગે “ખૂબ” ઉત્સાહિત છે. “તેમણે એક સમિટમાં બોલતા જણાવ્યું હતું કે ચર્ચા હજુ જારી છે, તે સારી રીતે આગળ વધી રહી છે અને અમેરિકા અને ભારત બંને માટે ફાયદાકારક રહેશે.
શું ભારતીય ઉદ્યોગોએ તૈયારી રાખવી જોઈએ અને 2 એપ્રિલે કોઈ ઉતલપાથળ થશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા વાણિજ્ય મંત્રીએ કહ્યું કે ભારતની વૃદ્ધિ ગાથા અકબંધ રહેશે અને દેશ વૈશ્વિક અર્થતંત્રને આગળ ધપાવતો રહેશે.
તેમણે કહ્યું હતુ કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, દેશ ‘ઈન્ડિયા ફર્સ્ટ‘ના સૂત્ર સાથે તેની અર્થવ્યવસ્થાને આગળ ધપાવતો રહેશે. અમે ભારતને વૈશ્વિક મહાસત્તા બનાવીશું…તે અંગે અમે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ અને વિશ્વાસ ધરાવીએ છીએ”.
ગોયલે કહ્યું કે, “વિમાનની ઉડાન દરમિયાન ઊથલપાથલ સર્જાઇ શકે છે, પરંતુ પાઇલટ્સ અને કમાન્ડરોનું પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ છે. અને ફ્લાઇટ ફક્ત સુરક્ષિત રીતે ઉતરશે નહીં પરંતુ ઘણી વધુ સફળ ઉડાન પણ કરશે અને આપણે વિકસિત ભારત 2047ના આપણા લક્ષ્ય સુધી પહોંચી જઇશું.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલથી ભારત સહિત અમેરિકાના મુખ્ય વેપારી ભાગીદારો પર બદલો લેવા માટે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં, ગોયલનું આ નિવેદન ભારે મહત્વ ધરાવે છે.
આ પણ વાંચોઃ ટેરિફ વોર : કેનેડા PM માર્ક કાર્નેએ અમેરિકા સાથેના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન, જાણો શું
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD