ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતના હસ્તે ગાંધી શ્રમ સંસ્થાનના નવા એનેક્ષી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું
અમદાવાદ 11 જુલાઈ 2024 : મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે નવીન બિલ્ડીંગનું ખાતમુહૂર્ત અને મરામત થયેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને શ્રમ, કૌશવ્ય રોજગાર વિભાગના અગ્ર સચિવ ડો અંજુ શર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અહીં ૧૨ કરોડનાં ખર્ચે ૬ માળનું અદ્યતન સુવિધાઓ સાથેનું બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે.
૧૨ કરોડનાં ખચે નવા એનેક્ષી બિલ્ડીંગ બનાવવાની મંજુરી
સંસ્થા ખાતે હાલમાં જુદા જુદા ૧૧ જેટલા શૈક્ષણિક કોર્ય ચાલુ છે. જેમાં અંદાજે ૭૦૦ જેટલા વિપાર્થીઓ અભ્યાસ કરે છે. શૈક્ષણિક ૧૫ ૨૦૨૩-૨૪માં સંસ્થા ખાતે નવા શૈક્ષણિક કોર્ષ શરુ કરવામાં આવ્યા હતા, તેમજ શ્રમ સંબંધિત પ્રવૃત્તિઓનો વિસ્તાર થતા સંસ્થાન હોલના આંતર માળખામાં નવા રૂમો, લેબોરેટરી અને સેમીનાર ખંડોની જરૂરીયાન હતી. જેને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રૂપિયા ૧૨ કરોડનાં ખચે નવા એનેક્ષી બિલ્ડીંગ બનાવવાની મંજુરી આપવામાં આવી છે. જે અનર્ગત ૬ માળનું અદ્યતન સુવિધાઓ સાથેનું બિલ્ડીંગ બનવા જઈ રહયું છે. જેમાં લગભગ ૧૧૦૦ સ્ક્વેર મીટર એરીયામા બાંધકામ થનાર છે જે લગભગ એક વર્ષના સમયમાં નિર્માણ પામશે. આ બિલ્ડીંગ દ્વારા દર વર્ષે તાલીમ કાર્યક્રમો અને શૈક્ષણિક કોર્ષ દ્વારઅંદાજે ૫૦૦૦ થી પણ વધુ લોકો લાભાવિંત થશે.
૪૦ વર્ષ જુનાં બિલ્ડીંગની મરમ્મત કરાઈ
સંસ્થાનું વર્તમાન બિલ્ડીંગ ૪૦ વર્ષ જૂનું હોવાથી તેમાં મરમ્મત અને આધુનિક સુવિધાઓ ઊભી કરવાની પણ કામગીરી ચાલુ હતી જેમાં અધ્યાપકો માટેની ૧૧ જેટલી ઓફિસ, રીસર્ચ અને એકેડમિક વિંગની કામગીરી પૂર્ણ થતાં તેનું પણ આજે મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
IHMRS સિસ્ટમ કારગત સાબિત થશે: ઉદ્યોગ મંત્રી
આજના આ કાર્યક્રમમાં “ઇન્ડસ્ટ્રીયલ હાઇજીન મોનીટરીગ એન્ડ રીપોટીંગ સિસ્ટમ” (IHMRS) નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ દ્વારા શ્રમયોગીઓના કાર્યસ્થળ પરના હાનિકારક તત્વો જેવા કે ઝેરી ગેસ, ધુમાડા, ઝેરી રજકણો, ઘોંઘાટ, કાર્યસ્થળના તાપમાન અને વેન્ટીલેશનનું અસરકારક મોનીટરીંગ થશે, તેમજ આ સિસ્ટમથી કામગીરીમાં પારદર્શકતા અને અસરકારકતા આવશે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “આપણાં કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ નિરોગી અને તંદુરસ્ત રહે તે સુનિશ્વિત કરવું એ આપણી સૌની પ્રાથમિક ફરજ છે અને શ્રમયોગીઓના કાર્યસ્થળ આરોગ્યપ્રદ જળવાઈ રહે તે માટે આ IHMRS સિસ્ટમ કારગત સાબિત થશે તેવી હું આશા રાખું છું
૧૫૦૦૦ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કરાયા
ડો. અજુ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે સંસ્થા ખાતે સ્નાતક, અનુસ્નાતક, પી જી ડિપ્લોમા, અને ડિપ્લોમા કક્ષાના વ્યવસાયિક અભ્યાસક્રમો ચાલે છે તેની સાથે સાથે શ્રમિકોનુ સશક્તિકરણ, ક્ષમતા નિર્માણ, તાલીમ કાર્યક્રમ, કાર્યશાળા જેવી પ્રવૃતિઓ વર્ષ દરમિયાન ચાલતી રહે છે જેના દ્વારા સાંપ્રત ઉદ્યોગ જગતના સંદર્ભમાં શ્રમ શક્તિને સશકત બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૪૦ જેટલા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેના દ્વારા ૧૫,૦૦૦ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. સંસ્થા હાલમાં સવારના ૭:૩૦ થી રાત્રીના ૯:૦૦ સુધી કાર્યરત છે.” કાર્યક્રમમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિકાસના અધિકારીઓ, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના કર્મચારીઓ અને આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો : પાટણમાં કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી