ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

મોરબી ખાતે 9મીએ ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

Text To Speech

મોરબી, 07 નવેમ્બર : રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા ગુરુવારે 09 નવેમ્બર, 2023 ના રોજ સવારે 11:00 કલાકે, યુ. એન. મહેતા આટર્સ કોલેજમાં ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરી શકશે. જેમાં નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ઉમેદવારોએ, નવમી નવેમ્બરને ગુરુવારે રોજગાર વિનિમય કચેરી-મોરબી ખાતે સ્વખર્ચે હાજર રહેવું.

રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ :

તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ,
આધારકાર્ડ,
બાયોડાટા

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો : મોરબી : ITIમાં સિરામિક ઉદ્યોગને લગતા કોર્સની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ થશે

Back to top button