ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

વાયબ્રન્ટ રાજકોટ : સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સનો ઔદ્યોગિક વિકાસ

  • રાજકોટમાં સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત  પ્રિ વાઇબ્રન્ટ સમિટ 
  • દેશને આર્થિક મહાસત્તા બનાવવા ઔદ્યોગિક વિકાસ મહત્વનો
  • ઉદ્યોગપતિઓ, રોકાણકારો, શિક્ષણવિદો, વરિષ્ઠ અધિકારીઓની  ઉપસ્થિતિ  
  • “સિરામિક: પ્લેસિંગ ગુજરાત ઓન ગ્લોબલ મેપ” માં રૂ.૧૨૮૦ કરોડના રોકાણોના એમ.ઓ.યુ 
રાજકોટ: સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ પ્રિ સમિટ  રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં આશરે રૂ.૧૨૮૦ કરોડથી વધુ રકમના રોકાણોના એમ.ઓ.યુ. સાઈન થયા હતા.જેના કારણે ભવિષ્યમાં રોજગારીની તકો સર્જાશે અને લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે. તેમજ ‘‘આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિ-સમિટ’’ એ રીજેન્સી લગુન રિસોર્ટ એન્ડ કન્વેન્સન ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)૧૦ની આવૃત્તિના ભાગરૂપે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ આયોજન કરાયું હતું.
ગુજરાત ઇન્ડસ્ટ્રી લીડર તરીકે વૈશ્વિક નકશા પર સ્થાન મેળવવા માટે સજ્જ થઈ રહ્યું છે. પ્રિ-સમિટના આયોજનનો  ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એક મંચ પર એકત્રિત કરવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે. રાજ્ય સરકાર સિરામિક, શિક્ષણ, બાયોટેક્નોલોજી, એડવેન્ચર ટુરિઝમ, હેલ્થકેર અને લાઈફ સાયન્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રી-સમિટ સેમિનાર અને કાર્યક્રમો યોજી રહી છે. રાજકોટ ખાતેની આ પ્રી સમિટનો ઉદ્દેશ નીતિ સુસંગતતા, અસરકારક રોકાણોને સુનિશ્ચિત કરીને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે VGGS ને પ્રદર્શિત કરવાનો છે. આ શ્રૃંખલાનો પ્રથમ કાર્યક્રમ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ પર આધારિત છે.-રાઘવજી પટેલ
વાઇબ્રન્ટ રાજકોટ -humdekhengenews
આ સમિટમાં એમ.ઓ.યુ કરનારમાં મોરબી સિરામિક એસો , રાજકોટ એન્જિ.એસો.,  સન સાઈનવ વિટરિફાઇડ ટાઇલ્સ ગ્રુપ, ઓરબીટ બેરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સતાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, મિલેનિયન પ્રા. લિમિ., જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડનો સમાવેશ થાય છે.
જી.આઇ.ડી.સી. દ્વારા  ૪૨૫ હેક્ટરમાં  સિરામિક પાર્કનું  નિર્માણ થશે
દેશના ૯૦ ટકા સિરામિકનું ઉત્પાદન મોરબીમાં  થાય છે. મોરબી ખાતે પ્રતિ દિન ચાર મિલિયન સ્કેવર મીટર ટાઇલ્સનુ ઉત્પાદન થાય છે. આ સિરામીક  ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા  મોરબીના પાનેલી ખાતે ૪૨૫ હેક્ટર વિસ્તારમાં સ્ટ્રેટેજિક ઇન્ટ્રીગ્રેટેડ સિરામિક પાર્ક  ઉભો કરવામાં આવશે. જે અંગેની શોર્ટ ફિલ્મ આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવી હતી. મોરબીમાં ૧૮૦૦ થી પણ વધુ સિરામિક ઉદ્યોગોના એકમો આવેલા છે.  મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. પચાસ હજાર કરોડ છે અને વાર્ષિક નિકાસ લગભગ રૂ.૧૫૦૦૦ કરોડની છે.મોરબીની ટાઇલ્સ મોટા ભાગે ઇસ્ટ એશિયા, યુ.એસ, યુરોપ, આફ્રિકા, મિડલ ઇસ્ટમાં નિકાસ કરવામાં આવે છે. હીરાસર એરપોર્ટથી આ પાર્ક ૭૦ કિ.મી. દૂર થશે. જ્યારે નવલખીથી ૪૮ કિ.મી, કંડલાથી ૧૩૯ કિ.મી. અને મુન્દ્રાથી ૧૯૫ કિ.મી.નું અંતર થશે. જ્યારે થાનના સિરામિક એકમોથી ૪૯ કિ.મી. દૂર થશે. આ પાર્કથી સિરામિક ઉદ્યોગને વધુ વેગ મળશે.
વાઇબ્રન્ટ રાજકોટ - humdekhengenews
સિરામિક, એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ
આ  સમિટમાં ‘‘સિરામિક આઉટલુક: ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ વે ફોરવર્ડ’’ થીમ અને એડવાન્સ્ડ સિરામિક: ન્યુ એજ એપ્લિકેશન્સ એન્ડ ફ્યુચર પોટેન્શિયલ થીમની પણ ચર્ચા કરવામાં આવી હતી. ‘‘ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી’’ થીમ અંગે રોહિંટન આર., રાજેન્દ્ર શાહ, અનુપ વાઢવા, નીતિન ઠાકર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.  તેમજ ‘‘ડેવલપિંગ ફ્યુચર-રેડી વર્કફોર્સ ઇન એન્જનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી’’ થીમ વિશે દેબોજ્યોતિ ભટ્ટાચાર્યજી, રાજેશ મંડલીક, અભિષેક પાઠક, વી. સેલ્વરાજ દ્વારા પેનલ ચર્ચા કરાઇ હતી.
મોરબી સિરામિક અને રાજકોટ એન્જનિયરિંગ એસોસિએશન વચ્ચે MoU થવાથી બંને ઉદ્યોગોને વેગ મળશે
મોરબી સિરામિક એસોસિએશન અને રાજકોટ એન્જીનીયરિંગ એસોસિએશન વચ્ચે MoU થવાથી બંને ઉદ્યોગોને વેગ મળશે. સિરામિક ઉદ્યોગને જરૂરી મશીનરી હવે રાજકોટમાં નિર્માણ પામશે, આથી મશીનરીની આયાત નહીં કરવી પડે અને દેશનું હૂંડિયામણ બચાવી શકીશું. બંને ઉદ્યોગો એકબીજાના પૂરક બની રહેશે.- નરેન્દ્ર પાંચાણી
વાઇબ્રન્ટ રાજકોટ -humdekhengenews
વાયબ્રન્ટ સમીટ એટલે સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગને વિકાસ માટેનું પીઠબળ
વાયબ્રન્ટ સમીટ દ્વારા ગુજરાતના કપાસ ઉદ્યોગ ખૂબ વિકાસ પામશે. ગુજરાત  કોટનની ખેતીથી કોટન સ્ટેટ તરીકે પ્રખ્યાત છે અને તેનાથી જીનિંગ ટુ ગારમેન્ટ “જી ટુ જી”થી દ્વારા વેગ મળશે. જેથી ઉદ્યોગોમાં વેલ્યુ એડિશન થશે, તેમજ ખેડૂતોને મોટા લાભ થશે.-ગૌતમ ધમસાનીયા
આ સમિટમાં ભાનુ બાબરિયા, સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, અગ્રણી રાજુ ધ્રુવ,  પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, એમ.એસ.એમ.ઇ. કમિટી ચેરમેન પાર્થ ગણાત્રા, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણી, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારીયા ઉપરાંત, ઇન્ડિયન સિરામિક સોસાયટીના પ્રેસિડેન્ટ અને પ્રિઝમ જ્હોનસન લિ.ના ઓપરેશન્સ અને બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ સુદીપ્ત સાહા, વર્લ્ડ એકેડેમી ઓફ સિરામિક્સના શિક્ષણવિદ ડૉ. લલિત મોહન મનોકા, ઇન્ડિયાના ટેક્નિકલ સિરામિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક સંજય સરાવગી, ઇસરો (ISRO) સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્રુપ ડાયરેક્ટર નીતિન ઠાકર તેમજ મધરસન ગ્રુપના દેબજ્યોતિ ભટ્ટાચારજી, કલેક્ટર પ્રભવ જોશી,  મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, એડી.પોલિસ કમિશ્નર વિધિ ચૌધરી, રાજકોટ જી.આઇ.ડી.સી.ના ડી.એમ. આશિષ મારુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી, જી.આઇ.ડી.સી.ના પ્રાદેશિક મેનેજર તપન પાઠક, રોનક મન્સૂરી, અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.
Back to top button